નાગાલેંડ-મેધાલયમાં મતદાન ચાલુ - તિજિતમાં બ્લાસ્ટ

મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (11:01 IST)
પૂર્વોત્તરના બે રાજ્યો મેધાલય અને નાગાલેંડમાં વિધાનસભા ચૂંટણી માટે વોટ નાખવામાં આવી રહ્યા છે. જો કે અહી નાગાલેંડની તિજિતમાં એક પોલિંગ બૂથ પર હિંસાના સમાચાર છે. બોમ્બ બ્લાસ્ટ દરમિયાન વ્યક્તિ ઘાયલ થઈ ગયો છે. 
 
લોકો સવારથી જ લાઈનમાં ઉભા રહીને વોટિંગની રાહ જોઈ રહ્યા છે. શિલૉંગમાં મોડલ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. તેની સુરક્ષ વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે.  મતદાન સવારે સાત વાગ્યે શરૂ થઈ ચુક્યુ છે અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે.  નાગાલેંડના દૂરદૂરના જીલ્લામાં કેટલાક મતદાન કેન્દ્ર પર બપોરે ત્રણ વાગ્યા સુધી જ વોટ નાખવામાં આવશે. 
 
મેધાલયમાં 18 ફેબ્રુઆરીના ઈસ્ટ ગોરો હિલ્સ જિલ્લામાં એક આઈઈડી વિસ્ફોટમાં રાકાંપા ઉમેદવાર જોનાથન એન સંગમાનુ મોત થવાના કારણે વિલિયમનગર બેઠક પર ચૂંટણી રદ્દ કરવામાં આવી છે. નાગાલેંડમાં એનડીપીપી પ્રમુખ નીફિયૂ રિયોને ઉત્તરી અંગામી દ્વવિતીય વિધાનસભા બેઠક પર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. બંને રાજ્યોમાં તથા ત્રિપુરામાં ચૂંટણીના પરિણામ 3 માર્ચના જાહેર કરવામાં આવશે.
 
અસમ, મણિપુર અને અરૂણાચલ પ્રદેશમાં સરકાર બનાવ્યા બાદ ઉત્સાહિત ભાજપા હવે નાગાલેંડ તથા મેધાલયમાં પગ પેસરો કરી રહ્યું છે. કૉંગ્રેસ માટે મેધાલય ચૂંટણીના પરિણામો મહત્વના રહેશે કારણ કે આ રાજ્યમાં તે છેલ્લા 10 વર્ષથી સત્તા પર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર