યુપીમાં ભાજપનો ઘોડો વીનમાં - સટ્ટાબાજોમાં બીજેપી હોટ ફેવરિટ

શુક્રવાર, 10 માર્ચ 2017 (20:34 IST)
દેશમાં 5 રાજયોમાં ચૂંટણીનુ કાર્ય પુરૂ થઇ ગયુ છે અને આવતીકાલે મતોની ગણતરી થશે. જો કે બધાના મોઢે એક જ ચર્ચા છે કે ઉતરપ્રદેશમાં શું થશે ? સૌથી વધુ સટ્ટો ઉત્તરપ્રદેશ ઉપર જ રમાયો છે. ગોવા, પંજાબ, ઉત્તરાખંડ જેવા રાજયોમાં ભાવ ખુલ્‍યા છે પરંતુ સટ્ટા લગાવનારા ખાસ નથી. 
 
ગુજરાતના સટ્ટાબાજોના કહેવા પ્રમાણે, યુપીમાં બીજેપીની સરકાર બની શકે છે. બજારમાં ફેવરિટ બીજેપીને અહીં 200-203 બેઠકો મળવાનો અંદાજ છે. સપા-કોગ્રેસ ગઠબંધનને યુપીમાં 120-125 બેઠકો મળી શકે છે. જ્યારે બીએસપીને 60-62 બેઠકો મળવાનું અનુમાન છે ગોવામાં બીજેપી ફરીવાર સરકાર બનાવા જઇ રહી છે. સટોડિયાના કહેવાનુસાર, ગોવામાં બીજેપીને 22-24 બેઠકો, કોગ્રેસને 14-16 બેઠકો જ્યારે  આપને 3-5 બેઠકો મળી શકે છે. પંજાબમાં આપ પાર્ટીને 52-55, કોગ્રેસને 50-53 જ્યારે બીજેપી-અકાલી ગઠબંધનને 10-12 બેઠકો મળી શકે છે. ઉત્તરાખંડમાં બીજેપીને 42-45, કોગ્રેસને 20-23 જ્યારે બીએસપીને 3-4 બેઠકો મળવાનું અનુમાન છે
 
યુપીની 403 બેઠકો માટે બહુમતી 202 બેઠકો પર મળે સટ્ટોડીયાઓ આ માટે ભાજપનો ભાવ 160 સીટથી ખોલ્‍યો છે જે 22 પૈસા છે. આ જ પ્રકારે 170 બેઠક પર 42 પૈસા, 180 પર 80 પૈસા, 190 પર 1 રૂા. અને 200 બેઠક પર 1.80નો ભાવ છે. મતલબ સ્‍પષ્‍ટ છે કે, ભાજપ સૌથી મોટો પક્ષ બનશે પણ જરૂરી 202 બેઠકો માટે બહુમતી મળશે કે નહી તેની આશા ઓછી છે.
 
 સપા અને કોંગ્રેસનો ભાવ 130 બેઠકથી ખુલ્‍યો છે. અખિલેશ અને રાહુલે હાથ મિલાવ્‍યો તો સપા અને કોંગ્રેસનો ભાવ 220 બેઠકોથી ખુલ્‍યો હતો. સપા અને કોંગ્રેસના ગઠબંધનની 130 બેઠકો પર ભાવ ૪ર પૈસા છે, 140 પર 80 પૈસા, 150 52.90 પૈસા અને 160 પર 2.50 રૂા. છે એટલે કે સટાબાજોની નજરમાં સપા અને કોંગ્રેસ 150થી આગળ નહી વધે. બસપાની હાલત તો આનાથી ખરાબ છે. બુકીબજાર 60થી વધુ બેઠકો નથી આપતુ. 60 બેઠકો પર તેનો ભાવ 2.50 રૂા.થી ખુલ્‍યો છે અને જે ઘણો વધારે છે. સટ્ટાબજારમાં જેનો ભાવ વધારે હોય તે પરાજય થાય તેની આશા વધારે રહેતી હોય છે

વેબદુનિયા પર વાંચો