અરવિંદ કેજરીવાલની ધરપકડ પર બોલ્યા અન્ના હજારે, 'જે થયું એ તેમનાં કૃત્યોને કારણે થયું'

શુક્રવાર, 22 માર્ચ 2024 (15:06 IST)
દિલ્હી દારૂનીતિમાં કથિત કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
 
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, "ખૂબ જ દુઃખ થયું કે અરવિંદ કેજરીવાલ જેવી વ્યક્તિ, જે મારી સાથે કામ કરતા હતા અને અમે સાથે મળીને દારૂ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. આજે તે દારૂનીતિ બનાવી રહ્યા છે. આ સાંભળીને મને દુઃખ થયું. પણ તે કરી પણ શું શકે? સત્તા સામે કશું નથી કરી શકાતું."
 
આજે, દેશભરમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ પાર્ટીના કાર્યકરો દેશના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ તસવીર ગુજરાતની છે.
 
"આખરે, જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે જે નાટક થયું તે તેમના કાર્યોને કારણે થયું હતું. જો તેમણે આ વસ્તુઓ ન કહી હોત, તો આ બનાવ ન બન્યો હોત. જે ​​પણ નાટક થયું છે, હવે જે થશે તે કાયદા પ્રમાણે થશે. તે સરકારને જોવાનું અને વિચારવાનું છે."
 
ઈડીએ ગુરુવારે મોડી રાતે નવી દિલ્હી સ્થિત અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાનથી ધરપકડ કરી હતી. ત્યાંથી તેમને ઈડીની ઑફિસે લઈ જવામાં આવ્યા.
 
તેમની આબકારી નીતિ સંબંધિત કથિત મની લૉન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર