આ ઘટના કેરળના મલપ્પુરમ જિલ્લાના તિરુરમાં એક તહેવાર દરમિયાન બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુસ્સે ભરાયેલા હાથીએ ત્યાં હાજર ભીડ પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 17 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.