ચૈત્રી નવરાત્રીને લઇ અંબાજી મંદિરની આરતી, દર્શન સહિત રાજભોગના સમયમાં ફેરફાર

સોમવાર, 8 એપ્રિલ 2024 (12:35 IST)
-દર્શન સહિત રાજભોગના સમયમાં ફેરફાર 
-બપોરે 12:30 થી 4:30 સુધી દર્શન 
- 9 એપ્રિલથી 16 એપ્રિલ સુધી

Ambaji aarti timing- ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીને લઇ આરતી, દર્શન સહિત રાજભોગના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સવારે 7 વાગ્યે આરતી, 7:30 થી 11:30 સુધી દર્શન કરી શકાશે. તેમજ બપોરે 12:30 થી 4:30 સુધી દર્શન કરી શકાશે.9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે.


ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમયમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિરમાં આરતી સવારે 7 વાગ્યે, દર્શન 7.30 થી 11.30 અને બપોરે 12.30 તી 4.30 સુધી કરી શકાશે. તો સાંજના સમયની વાત કરીએ તો સાંજે 7 વાગ્યે આરતી, 7:30 થી 9 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે. 9 એપ્રિલથી 16 એપ્રિલ સુધી મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. વર્ષમાં બે વખત નવરાત્રી આવતી હોય છે. તેને લઈ ભકતોનો ભારે ધસારો રહેતો હોય છે. મંગળવારથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આરતી, રાજભોગ, દર્શનના સમયમાં ફેરફર કરાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આરતીના અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર