હત્યા માટે આરોપીએ પાંચ લોકોની મદદ લીધી હતી
અધિકારીના જણાવ્યા અનુસાર, ઈરફાને કથિત રીતે ઉમેશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને આ માટે પાંચ લોકોની મદદ લીધી હતી. તેણે કહ્યું કે ઈરફાને તે પાંચ લોકોને 10 હજાર રૂપિયા આપવા અને કારમાં સુરક્ષિત રીતે ભાગી જવા માટે મદદ કરવાનું વચન આપ્યું હતું. પોલીસે મુદાસિર અહેમદ (22), શાહરૂખ પઠાણ (25), અબ્દુલ તૌફીક (24), શોએબ ખાન (22) અને આતીબ રાશિદ (22)ની ધરપકડ કરી છે. તમામ અમરાવતીના રહેવાસી છે અને રોજીરોટી માટે મજૂરી કરે છે. ગુનામાં વપરાયેલ ચપ્પુ પણ કબજે કરી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. બીજેપીએ 5 જૂને તેના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને સસ્પેન્ડ કરી દીધા હતા અને બીજેપીના દિલ્હી યુનિટના મીડિયા ચીફ નવીન જિંદાલને હાંકી કાઢ્યા હતા.