કાનપુરમાં ભીષણ દુર્ઘટના, એસી બસ અને ટેમ્પો વચ્ચે ટક્કર, 16ના મોત, અનેક ગંભીર

મંગળવાર, 8 જૂન 2021 (23:16 IST)
ઉત્તર પ્રદેશના કાનપુરમાં મંગળવારની રાત્રે ભીષણ દુર્ઘટના થઈ. એસી બસ, જેસીબી અને ટેમ્પોની ટક્કરમાં 16 લોકોના મોત થઈ ગયા. થાના સચેંડીની પાસે એક બિસ્કિટ ફેક્ટરીની સામે દુર્ઘટના થઈ.  ભીષણ ટક્કર પછી બંને ગાડીઓ પલટાઈ ગઈ. દુર્ઘટનામાં ચારની હાલત ગંભીર છે. 
 
ઘાયલોને લોડરની મદદથી કાનપુર હૈલટ લઈ જવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ દુર્ઘટના ઓવરટેક કરવાની ચક્કરમાં થઈ છે.  મોત અને ઘાયલોનો આંકડો વધવાની આશંકા છે. દુર્ઘટના પછી ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ બચાવ અને રાહત કાર્યમાં લાગી છે. 
 
સીએન યોગીએ પણ દુર્ઘટના પર ઊંડુ દુખ વ્યક્ત કર્યુ છે. વરિષ્ઠ અધિકારીઓને તત્કાલ ઘટના પર પહોંચી દરેક શક્ય મદદ કરવાના આદેશ છે. ઘાયલોને તત્કાલ ઉત્તમ ચિકિત્સા સારવાર અપાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. 
 
એવુ કહેવાય છે કે દુર્ઘટના પછી તત્કાલ પોલીસની ગાડીઓ અને સચેંડી પીએચસી-સીએચસીથી એંબુલેસ ઘટના સ્થળ પર પહોંચી. રાત્રે અંધારામાં ગાડીઓની રોશનીમાં જેસીબીની નીચે દબાયેલા ઘાયલોને કાઢવામાં આવ્યા. અનેક બસ સવાર પણ ઘાયલ થયા છે.  ઘાયલોને જ્યા સુધી હૈલટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યા સુધી 16 લોકોના શ્વાસ થંભી ગયા હતા. દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ છે તે હજુ સ્પષ્ટ નથી. હૈલટ હોસ્પિટલની ઈમરજેંસીમાં હાહાકારની સ્થિતિ છે. 
 
પોલીસના મુજબ પ્રાથમિક પૂછપરછમાં જાણ થઈ છે કે ટેમ્પો સવાર 12 લોકો સચેંડી સ્થિત એક બિસ્કુટ ફેક્ટરીમાં કામ કરવા જઈ રહ્યા હતા. સામેથી આવી રહેલ બસે ટક્કર મારી દીધી. જેનાથી ટેમ્પોના ભુક્કા બોલાય ગયા. તેમા સવાર બધા લોકોનુ ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતુ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર