પોલીસે નિવેદન આપ્યું હતું
ઘટના અંગે માહિતી આપતા રિયાસીના એસએસપી પરમિંદર સિંહે જણાવ્યું કે, એક મહિલા પિસ્તોલ લઈને માતા વૈષ્ણો દેવી મંદિરની ઈમારતમાં ઘુસી ગઈ હતી. સુરક્ષા તપાસ દરમિયાન મહિલા પકડાઈ હતી. આ ઘટના 14-15 માર્ચની રાત્રે બની હતી. મહિલાનું નામ જ્યોતિ ગુપ્તા છે, જે પોતે દિલ્હી પોલીસમાં કામ કરતી હોવાનો દાવો કરતી હતી.