જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, સેનાની ગાડીમાં લાગી આગ, 4 જવાન શહીદ

ગુરુવાર, 20 એપ્રિલ 2023 (16:13 IST)
જમ્મુ-કાશ્મીરના પુંછમાં મોટી દુર્ઘટના થઈ છે. અકસ્માતમાં સેનાના એક વાહનમાં આગ લાગી હતી, જેમાં 3 થી 4 જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. જો કે આ દુર્ઘટના કયા કારણોસર થઈ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અત્યાર સુધીની માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારના આતંકવાદી ષડયંત્રની વાત કરવામાં આવી નથી. દુર્ઘટના સમયે આ વાહનમાં લગભગ 8 જવાન હાજર હતા, જેમાંથી અત્યાર સુધીમાં 4 જવાન શહીદ થયા હોવાના સમાચાર છે.

 
એવુ બતાવાય રહ્યુ છે કે વાહનમાં થોડો સામાન હતો અને કોઈ કારણસર ટ્રકમાં આગ લાગી અને તે વધતી જ ગઈ. આ આગની ઝપેટમાં વાહનમાં હાજર જવાન તેની ઝપેટમાં આવી ગયા હતા. આ અકસ્માત બાદ તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર