દિલ્હી ચૂંટણીમાં 699 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે 1522 નોમિનેશન હતા, જેમાંથી સ્ક્રુટીની બાદ 803 નોમિનેશન નામંજૂર કરવામાં આવ્યા છે. હવે 699 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં બાકી છે. સોમવારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. સોમવારે 20 લોકોએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. નવી દિલ્હી બેઠક પરથી સૌથી વધુ 23 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.