તેમણે વધુમાં જણાવ્યું, "હકીકતમાં કૅમ્પમાં પાણી ઘૂસ્યાં બાદ કુલ 11 જવાનો લાપતા થયા હતા, પરંતુ બાદમાં બે જવાનો સુરક્ષિત મળી આવ્યા. બાકીના નવ જવાનો હજુ પણ ગુમ છે અને તેમની શોધ ચાલુ છે."
મનીષ શ્રીવાસ્તવે જણાવ્યું, "ભારતીય સેના આ ટીમ નાગરિકોને બચાવવા માટે દૃઢતાથી ઑપરેશનમાં લાગી ગઈ છે. આ ટીમે અત્યાર સુધીમાં 20 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. રાહત કાર્યમાં ઝડપ લાવવા માટે વધારાની ટુકડીઓ પણ મોકલવામાં આવી રહી છે."