વાદળ ફાટવાથી આવ્યુ પુર - હે ગંગા મૈય્યા યે ક્યા હો ગયા ક્ષમા કરો, ઉત્તરકાશીમાં ચીસાચીસથી ગુજ્યુ આખુ ગામ, જુઓ તસ્વીરો
હે ગંગા મૈય્યા એ ક્યા હો ગયા માફ કરો... ઉત્તરકાશીમા ચીસાચીસથી ઘરાલી બજાર અને ગૂંજી ઉઠ્યુ ગામ. ઘરાલીમાં આજે પ્રકૃતિનો પ્રકોપ જોવા મળ્યો. હોટલ અને દુકાનો કાટમાળમાં દબાય ગઈ. ખીરગંગાનુ પાણી અને કાટમાળ બધુ વહાવી લઈ ગયુ. વાદળ ફાટવાથી સામે આવેલી તસ્વીરો ઝકઝોરી મુકનારી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. જ્યારે ઘણા લોકો દટાયા હોવાના અહેવાલ છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં મંગળવારે અચાનક વાદળ ફાટવાથી ખીરગંગામાં આવેલા પૂરમાં ભારે વિનાશ થયો હતો. ઘણા લોકો પૂર હેઠળ દટાયા હતા અને કાટમાળ ગામ તરફ આગળ વધી રહ્યો હતો. સમગ્ર વિસ્તારમાં ભારે ચીસો પડી હતી, ધારાલી બજાર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. રાહત ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
તેમણે કહ્યું કે SDRF, NDRF, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત ટીમો રાહત અને બચાવ કામગીરી માટે યુદ્ધના ધોરણે કાર્યરત છે. હું આ સંદર્ભે સતત વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છું.