અનંતનાગ - લશ્કર કમાંડર જુનૈદ મટ્ટૂનું શબ જપ્ત, એસએસચો સહિત 6 પોલીસ કર્મચારી શહીદ

શનિવાર, 17 જૂન 2017 (10:48 IST)
જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી સુરક્ષાબળોએ શનિવારે સવારે બે આતંકવાદીઓના શબ જપ્ત કર્યા છે. બંને આતંકવાદીઓને સુરક્ષાબળોએ શુક્રવારે સાઉથ કાશ્મીરના બિજબહેડા વિસ્તારમાં મુઠભેડ દરમિયાન ઠાર કર્યા હતા. મરનારા આતંકીઓના નામ લશ્કર કમાંડર જુનૈદ મટ્ટૂ અને નિસાર અહમદ હતુ. પોલીસે આતંકવાદીઓ પાસેથી બે એકે-47 અને છ મૈગ્નીઝ જપ્ત કરી છે.  મટ્ટુ પર હાલમાં પાંચ લાખ રૂપિયાનુ ઇનામ રાખવામાં આવ્યુ હતુ. મટ્ટુ ઠાર કરી દેવાતા તોયબાને કાશ્મીરમાં તેની ગતિવિધીમાં મોટો ફટકો પડ્યો છે. અધિકારીઓએ કહ્યુ હતુ કે એક ઘરમાં ત્રણ ત્રાસવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી
 
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શુક્રવારે આંતકવાદીઓએ ઘાત લગાવી દગાથી કરેલા હુમલામાં એક સબ ઇન્સ્પેકટર સહિત કુલ છ પોલીસ જવાનો શહીદ થયા છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના થાજીવાડા અચબલમાં ઘાત લગાવીને બેઠેલા આંતકવાદીઓએ છળકપટથી પોલીસદળ પર અંધાધૂંધ ફાયરીંગ કરી જબરદસ્ત હુમલો કર્યો હતો. જેમાં છ પોલીસ જવાનો શહીદ થયા હતા. જેમાં શહીદ થયેલા એસએચઓની ઓળખ સબ ઇન્સ્પેકટર ફિરોઝ તરીકે થઇ હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ આંતકવાદી હુમલા અંગે જણાવ્યું હતું કે, આંતકવાદીઓએ કરેલા આ હુમલામાં કેટલાક પોલીસ જવાનો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. જો કે, તે તમામની નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે સેનાની ટુકડીઓ પહોંચી ચૂકી છે કે જેણે આસપાસના સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યા છે. આ પહેલા પણ આંતકવાદીઓએ સુરક્ષાદળ અને પોલીસને નિશાન બનાવતા ઘણા હુમલા તાજેતરમાં જ કર્યા છે.

વેબદુનિયા પર વાંચો