આ ઘટના પિશોર ઘાટ વિસ્તારમાં બની હતી. શેરડી ભરેલી ટ્રક કન્નડથી પિશોર જઈ રહી હતી. ટ્રકમાં કુલ 17 મજૂરો સવાર હતા. પિશોર ઘાટથી જતી વખતે ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી. કામદારો રસ્તા પર પડ્યા હતા અને શેરડીના ઢગલા નીચે દટાઈ ગયા હતા. જેમાં 4 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.