લખનૌ જિલ્લા જેલના 36 નવા કેદીઓમાં HIV સંક્રમણની પુષ્ટિ થયાના સમાચાર સામે આવ્યા છે. આ માહિતી સામે આવતા જ જેલ પ્રશાસન અને આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. તમામ સંક્રમિતોને દવાઓ આપવામાં આવી રહી છે અને ડોકટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. સંક્રમણ ફેલાવવાના કારણો શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉત્તર પ્રદેશ એડ્સ કંટ્રોલ સોસાયટીની સૂચના પર, આરોગ્ય વિભાગે ડિસેમ્બર 2023 માં જિલ્લા જેલમાં HIV સ્ક્રીનીંગ હાથ ધર્યું હતું. તેમાંથી 3 હજારથી વધુ કેદીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં 36 નવા કેદીઓમાં એચઆઈવી સંક્રમણની પુષ્ટિ થઈ હતી. જેલમાં પહેલાથી જ 11 દર્દીઓ સંક્રમિત હતા. હાલમાં સંક્રમિતોની સંખ્યા 47 પર પહોંચી ગઈ છે. કેજીએમયુના એન્ટિ રેટ્રો વાયરલ થેરાપી (એઆરટી) સેન્ટરમાંથી ચેપગ્રસ્ત લોકોને દવાઓ આપવામાં આવી રહી છે.