મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં મંગલવારે રાજ્ય પરિવાહનની એક બસે ઓટોને ટક્કર મારી દીધી. દુર્ઘટનમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યુ છે કે ટક્કર પછી બં&ને ગાડીઓ રોડ કિનારે આવેલા કુવામાં જઈ પડી. ઘટના માલેગાવના દેઓલા માર્ગ પર મેશી ફાટા પર સાંજે લગભગ ચાર વાગ્યે બની. તેમા 18 થી વધુ લોકો ઘાયલ થયા છે.
એવુ કહેવાય રહ્યુ છેકે ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષાને ઘસેટતી બસ માર્ગ કિનારે આવેલ કુવામાં પડી ગઈ. નાસિક ગ્રામીણની એસપી આરતી સિંહે જણાવ્યુ કે કુવામાં કમ સે કમ 21 શબને બહાર કાઢવામાં આવ્યા છે અને ઘાયલોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંપોની મદદથી કુવામાંથી પાણી કાઢવામાં આવી રહ્યુ છે. તેનાથી આ જોઈ શકાશે કે શુ અન્ય મુસાફરો હજુ પણ કીચડમાં ફસાયેલા છે ?
પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. બચાવ ટુકડીએ ઘાયલ લોકોને બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે. પરિવહન મંત્રી અને એમએસઆરટીસીના અધ્યક્ષ અનિલ પરબે દુર્ઘટનાને દુર્ભાગ્યપુર્ણ બતાવી અને મૃતકોના પરિજનોને 10-10 લાખ રૂપિયાનુ વળતર આપવાનુ એલાન કર્યુ. તેમણે કહ્યુ કે ઘાયલોની સારવારનો પુરો ખર્ચ એમએસઆરટીસી ઉઠાવશે.