હિમાચલ પ્રદેશ ભૂસ્ખલન થતાં, 48ની મૌત

સોમવાર, 14 ઑગસ્ટ 2017 (11:08 IST)
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં શનિવારે મોડી રાત્રે 12.20 કલાકે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં એક બસ એક કિલોમીટર નીચે પહોંચી ગઇ. બસમાં મુસાફરી કરતાં કેટલાક યાત્રીઓનું મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ દુર્ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મોત થયાના અહેવાલ છે જ્યારે 45 લોકો હજુ પણ ફસાયેલા છે. કહેવાય છે કે, એક બસ મનાલીથી કટરા જઈ રહી હતી જ્યારે બીજી બસ ચંબાથી મનાલી જઈ રહી હતી. બન્ને બસ ઉભી હતી અને પેસેન્જર ચા પીવા રોકાયા હતા.
 
ભૂસ્ખલનને કારણે સડકનો 150 મીટરથી વધુ હિસ્સો માટીમાં દટાઈ ગયો હતો. કટરા જતી બસ 800 મીટર ઊંડી ખાઈમાં પડી હતી. મુખ્યમંત્રી વીરભદ્રસિંહે મૃતકોના પરિજનોને રૂપિયા પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. મંત્રી જી. એસ. બાલીએ જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં 50થી વધુ લોકો તણાઈ કે દટાઈ ગયાનો ભય સેવાઈ રહ્યો છે. પીએમ મોદીએ પણ દુર્ઘટનામાં માર્યા ગયેલાં લોકોના પરિવારોને દિલાસો પાઠવ્યો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર