સરદાર પટેલ વગર અધૂરા હતા ગાંધી, રન ફોર યુનિટી સમારંભમાં બોલ્યા મોદી

શુક્રવાર, 31 ઑક્ટોબર 2014 (11:27 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યુ કે સરદાર પટેલનુ જીવન માતૃભૂમિની સેવાની યાત્રા હતુ અને તેઓ આધુનિક ભારતના વાસ્તવિક નિર્માતા હતા. મોદીએ કહ્યુ કે સરદાર પટેલ વગર મહાત્મા ગાંધી અધૂરા હતા. મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર તેમણે શ્રદ્ધાંજલિ આપી અને કહ્યુ કે સરદાર પટેલનુ જીવન ઊંડા સાહસ સમર્પણ અને દેશ સેવાની યાત્રા છે. તે આધુનિક ભારતના અસલી નિર્માતા છે. 
 
દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર પટેલની જયંતે એપર 31 ઓક્ટોબરના રોજ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ પણ મનાવવામાં આવે છે. 
 
સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સરદાર વલ્લભભાઈ પટેલની જય્ંતી પર તેમને શ્રદ્ધાંજ્લૈ અર્પિત કરી. મોદીની સાથે આ દરમિયાન રક્ષા અને નાણાકીય મંત્રી અરુણ જેટલી વિદેશ મંત્રી સુષમા સ્વરાજ શહેરી વિકાસ મંત્રી વૈકૈયા નાયડું દિલ્હીના ઉપર રાજ્યપાલ નજીબ જંગ પણ હાજર હતા. બધા નેતાઓએ સંસદ ભવન નિકટ પટેલ ચોક પર સરદાર પટેલની મોટી તસ્વીર પર પુષ્પાંજલિ અર્પિત કરી. 
 
રન ફોર યુનિટીને લીલી ઝંડી બતાવી 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સરાદર વલ્લભભાઈ પટેલની જયંતી ના પ્રસંગે આયોજીત રન ફોર યુનિટી દોડને લીલી ઝંડી બતાવી. વિજય ચોક પર દોડ માટે લીલી ઝંડી બતાવ્યા પછી મોદી રાજપથ પર ચલતા ઈંડિયા ગેટ તરફ ગયા.  આ દોડમાં સેકડો લોકો ભાગ લઈ રહ્યા છે. 
 
ઈતિહાસને વિભાજીત ન કરવો જોઈએ - મોદી 
 
નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યુકે પોતાના સિદ્ધાંતોના આધાર પર દેશને ઈતિહાસ અને વિરાસતને વિભાજીત ન કરવો જોઈએ. મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર દેશવાસીઓને સંબોધિત કરતા કહ્યુ કે જે દેશ ઈતિહાસને ભૂલી જાય છે તે ઈતિહાસ નથી બનાવી શકતો. તેથી આંકાક્ષાઓથી ભરેલ દેશ એક દેશ જેન આ યુવા સપનાઓથી ભરેલા છે. તેમને માટે આપણે આપણી ઐતિહાસિક હસ્તિયોને ન ભૂલવી જોઈએ. દેશે પોતાના સિદ્ધાંતોના આધાર પર પોતાના ઈતિહાસ અને વિરાસતને વિભાજીત ન કરવો જોઈએ. તેમણે કહ્યુ કે આજે પ્રેરણા દિવસ છે. જ્યારે આપણે સરદાર પટેલને યાદ કરી રહ્યા છીએ. 
 
રાષ્ટ્રીય એકતા દિવસ પર અપાવી શપથ 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 139મી જયંતી પર દેશવાસીઓને એકતાની શપથ અપાવી. 
 
શપથ નો અંશ  આ પ્રકારનો છે... 
હુ સત્યનિષ્ઠાથી આ શપથ લઉ છુ કે હુ ખુદને દેશની એકતા અખંડતા અને સુરક્ષા માટે સમર્પિત કરુ છુ અને મારા દેશવાસીઓની વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ પ્રયત્ન કરીશ. હુ આ શપથ  દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છુ. જેને સરદાર પટેલની દૂરદર્શિતા અને કાર્ય દ્વારા શક્ય બનાવી શકાય. હુ મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મારા યોગદાનનુ સત્યનિષ્ઠાથી સંકલ્પ કરુ છુ.  

વેબદુનિયા પર વાંચો