ગાર્ડ્સથી ગભરાયેલ મોદીની પત્ની જશોદાબેને RTI ફાઈલ કરી. જણાવ્યુ આ છે જીવન-મરણનો સવાલ

મંગળવાર, 25 નવેમ્બર 2014 (09:59 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેને આરટીઆઈ હેઠળ અરજી આપીને એ જાણવા માંગ્યુ છે કે પ્રોટોકોલ હેઠલ તેઓ અને પ્રધાનમંત્રી પરિવારના અન્ય સભ્ય કેવા પ્રકારની સુરક્ષા મેળવવા માટેના હકદાર છે. જશોદાબેન ઉંઝા પાસે બ્રહ્મણવાડા ગામમાં રહે છે. તે મહેસાણાના એસપી ઓફિસમાં પહોંચી અને આરટીઆઈ એપ્લીકેશન નોંધાવી. તેમને આને જીવન-મરણનો સવાલ બતાવ્યો.  
 
ઈન્દિરા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરતા જશોદાબેને પોતાના પર્સનલ ગાર્ડ્સની પુર્ણ વિગત માંગી. તેમણે કહ્યુ કે તે અને તેમનો પરિવાર આમનાથી ખૂબ જ ગભરાય ગયા છે. 
 
જશોદાબેનને મહેસાણા પોલીસના સ્પેશ્યલ ઓપરેશ6સ ગ્રુપ (એસઓજી)ની તરફથી સુરક્ષા આપવામાં આવી રહી છે. 62 વર્ષના જશોદાબેનને છ ગાર્ડ આપવામાં આવ્યા છે. તેમને એક ગાડી પણ આપવામાં આવી છે. પણ જશોદાબેનની પાસે પોતાની કોઈ ગાડી નથી.  ના તો એમના ભાઈ અશોક મોદી (જેમની સાથે તેઓ રહે છે)ની પાસે કોઈ ગાડી છે. 
 
રિટાયર્ડ ટીચર જશોદાબેનનો વધુ સમય પહેલા પૂજા-પાઠમાં વીતતો હતો પણ હાલના દિવસોમાં તેમની સામાજીક જીવનમાં તેમની સક્રિયતા વધી છે. તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવા માંડ્યા છે. તાજેતરમાં જ તેમનુ આ નિવેદન પણ આવ્યુ હતુ કે જો દેવા માં ની ઈચ્છા હશે તો તેઓ પીએમ હાઉસમાં પણ રહેશે. 
 
જશોદાબેને એક છાપાને જણાવ્યુ કે તેમના ગાર્ડ્સ ઈચ્છે છે કે તેમની સાથે મહેમાનો જેવો વ્યવ્હાર કરવામાં આવે. પણ જ્યારે તેમને એ ઓર્ડર બતાડવા માટે કહેવામાં આવ્યુ જેના આદેશથી તેઓ અહી ગોઠવાયા છે તો તેઓ ચૂપ રહ્યા. 
 

વેબદુનિયા પર વાંચો