હેપી બર્થડે નરેન્દ્ર મોદી - મોદીની મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીની યાત્રા જુઓ તસ્વીરોમા

શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (12:13 IST)
નરેન્દ્ર મોદી એક એવુ વ્યક્તિત્વ છે જેમના વિશે આજે દેશમાં જ નહી વિદેશોમાં પણ ચર્ચા થાય છે.  તેમનો દેશપ્રેમ જ છે કે જેને લીધે તેઓ આજે એક સામાન્ય આરએસએસ નેતામાંથી સીએમ અને પછી પીએમ બન્યા છે. કારણ કે તેમના દેશપ્રેમ અને વિકાસના કાર્યોને લીધે જ તો ગુજરાતની જનતા અને પછી સમગ્ર ભારતની જનતાનો તેમને પ્રેમ મળ્યો છે. આવો આજે તેમના 71માં જન્મદિવસે તેમની એવી કેટલીક લોકપ્રિય તસ્વીરો જે તેમના CM થી PM બનવા સુધીની યાત્રાની એક ઝલક તમને યાદ અપાવી દેશે

2002માં નો એ સમય જ્યારે નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા 

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમને ગુજરાતની જવાબદારી સાચવવાનો આપ્યો આદેશ 


લાલ કૃષ્ણ અડવાણી અને રામાયણમાં સીતાનું પાત્ર ભજવતાં દીપિકા ચીખલિયા સાથે મોદી તસવીર

2012માં મોદીએ ચોથી વખત ગુજરાતના  મુખ્યમંત્રી પદના શપથ લીધા 

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનપદના શપથ લીધા ત્યારની તસવીર.
વડાપ્રધાન બન્યા પછી મોદીએ વિશ્વ યોગ દિવસ જાહેર કરવા ઉપરાંત પોતે પણ તેને નિયમિત અનુસરીને લોકોને યોગ માટે પ્રોત્સાહિત કર્યા 

વડાપ્રધાનની મોરને દાણા ખવડાવતી આ તસવીર ખૂબ વાઇરલ થઈ હતી.
વિદેશ નીતિમાં વડાપ્રધાન મોદીની અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા સાથેની મિત્રતા ખાસ માનવામાં આવે છે.
કેનેડાના પીએમજ્યારે ભારત મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમના બાળકો સાથે મસ્તી કરતા વડાપ્રધાન મોદી.
વડાપ્રધાનને મળવા પહોંચેલા બોલિવૂડ સ્ટાર્સ.

નરેન્દ્ર મોદીજી તેમનો જન્મદિવસ તેમની માતાની સાથે ઉજવવાની કોશિશ કરે છે અને જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે માતા હીરાબાને જરૂર મળે છે 
વડાપ્રધાનની PM ઓફિસની આ તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી, આ પુરાવો છે કે પીએમને બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ છે. 
 
અને હવે સમય સાથે મોદીનુ બદલાતુ સ્વરૂપ સૌને ચકિત કરી દે છે પણ તેમના આ સ્વરૂપમાં શાંતિ  અને અનુભવની એક ઝલક છે.  શુ હવે મોદીજી આગામી દિવસોમાં રાજકારણ છોડી દેશે ? એવા સવાલ અનેકના મનમા તેમની વધતી દાઢીને જોઈને જરૂર આવતો હશે... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર