વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને કચ્છમાં આ ૧૭ સ્થળોએ કાર્યક્રમો યોજાશે

શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (09:58 IST)
આજે ૧૭મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે જનસુખાકારીના સેવા  કાર્યક્રમો કચ્છ જિલ્લામાં ૧૭ સ્થળોએ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિન પ્રસંગે પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીના અંત્યોદયના ઉદ્ધારના સપનાને સાકાર કરવાના હેતુથી સરકારની વિવિધ યોજનાના લાભો આપવામાં આવશે .
 
કચ્છ જિલ્લામાં કુલ ૧૭ સ્થળોએ વિવિધ સરકારી યોજનાઓના લાભ અપાશે જે પૈકી ૧૦ તાલુકા સ્થળે તેમજ સાત નગરપાલિકાઓમાં વિવિધ કાર્યક્રમ યોજાશે.. તારીખ ૧૭મીના રોજ તાલુકાકક્ષાના કાર્યક્રમો પૈકી ભુજમાં આહિર સમાજવાડી- સુમરાસર શેખ ; માંડવીમાં મસ્કા ખાતે રાજગોર સમાજવાડી માંડવી, મુન્દ્રા તાલુકામાં ચારણ સમાજવાડી- ઝરપરા ;અંજારમાં પાટીદાર સમાજવાડી- પ્રાંતિયા ,સામખીયારી ખાતે પ્રજાપતિ સમાજવાડી, ગાંધીધામ ખાતે શિણાયમાં શિણાય સમાજવાડી ;રાપર ખાતે જયગોપાલ બક્ષીપંચ કુમાર છાત્રાલય ખાતે તેમજ નેત્રા ખાતે  લોહાણા સમાજવાડી , નલિયા એસઆરપી કમાન્ડો સેન્ટર, ઓથીવાંઢ ખાતે અને લખપત-દયાપર ખાતે પાટીદાર સમાજવાડીમાં તાલુકા કક્ષાનો પ્રોગ્રામ યોજાશે.
 
જિલ્લાની સાત નગરપાલિકાઓમાં ટાઉન હોલ ભુજ ખાતે ,માંડવી નગરપાલિકાનો ગોકુલ રંગભવન ખાતે ;મુન્દ્રા નગરપાલિકાનો કાર્યક્રમ રોટરી ક્લબ હોલ ખાતે, અંજારમાં ટાઉનહોલમાં તેમજ  ગાંધીધામ ખાતે  પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે ; પટેલ બોર્ડિંગ ભચાઉ તેમજ રાપરના નગરપાલિકાના ટાઉન હોલ ખાતે નગરપાલિકા કક્ષાના કાર્યક્રમો કલેકટર પ્રવિણા ડી.કે ના માર્ગદર્શન હેઠળ યોજાશે એમ નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર