મોદીએ 10માં હિન્દી સમ્મેલનનું ઉદ્દઘાટન કરતા કહ્યુ કે મારી માતૃભાષા હિન્દી નહી ગુજરાતી છે. મને હિન્દી સારુ આવડતુ નહોતુ. પણ ચા વેચતા-વેચતા આ શીખવાનો અવસર મળ્યો. એમણે કહ્યું કે મુંબઈમાં દૂધનો ધંધો કરતા ઉત્તરપ્રદેશના લોકો એમના ગામથી ખેડૂત પાસે ભેસ ખરીદવા આવતા હતા અને એ ભેસોને માલગાડીમાં ભરીને લઈ જતા હતા. મોદી એમને ચા વેચવા જતા હતા. એ લોકોને ગુજરાતી આવડતુ નહોતુ અને મને હિન્દી નહોતુ આવડતુ. પણ ચા વેચતા વેચતા એ લોકો સાથે વાતચીત કરતા કરતા હું હિન્દી શીખી ગયો.