ગુજરાત આવી રહેલા પીએમ મોદીનો કાર્યક્રમ

ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (12:43 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે વર્ષ બાદ પોતાના જન્મદિને માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે.  મોદી 16મી સપેટેમ્બરે  રાત્રે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. જ્યાં પ્રદેશ ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. મોદી રાત્રી રોકાણ ગાંધીનગર ખાતેના  રાજભવનમાં કરશે. 17મીએ માતા હીરાબાને મળીને તેઓ લીમખેડા જવા રવાના થશે.  રાજભવન પર રાત્રી રોકાણ કરી બીજા દિવસે 17 સપ્ટેમ્બરે સવારે ગાંધીનગરના રાયસણ ખાતે પોતાના ભાઈ પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચી માતા હીરાબાના આશીર્વાદ મેળવશે. દર વર્ષે પોતાના જન્મદિને ગાંધીનગરના પંચદેવ મંદિરે દર્શન કરવાની પરંપરા પણ મોદી જાળવશે. 11:30 કલાકે ગાંધીનગર સચિવાલય હેલિપેડ પરથી લીમખેડા રવાના થશે. લીમખેડા માં વિવિધ આદિવાસી યોજનાઓનું લોકાર્પણ કરી સભા ને સંબોધશે. લીમખેડામાં સવા કલાકનો કાર્યક્રમ રહેશે જ્યાંથી હેલિકોપ્ટર મારફતે નવસારી પહોંચશે. નવસારીમાં દિવ્યાંગોને સાધન સહાય વિતરણના કાર્યક્રમમાં હાજરી આપશે.ત્યાંથી હેલિકોપ્ટર મારફતે સુરત એરપોર્ટ પહોંચશે અને સાંજે 5:30 કલાકે દિલ્લી જવા રવાના થશે.નરેન્દ્ર મોદી આમ તો જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત આવી રહ્યા છે પરંતુ તેમની મુલાકાત દરમિયાન ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિ અને સરકાર તેમજ સંગઠનના ભાવિ કાર્યક્રમો અંગે પણ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરશે

વેબદુનિયા પર વાંચો