વડાપ્રધાનનો જન્મ દિવસ સાદગીથી ઉજવાય તે માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો

શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (12:49 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરે જન્મ દિવસ છે. ત્યારે આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઇ પણ પ્રકારની ઉજવણી કર્યા વગર ગુજરાતમાં આવવાનું પસંદ કર્યું છે. જો કે સરકાર અને ભાજપે તેમના જન્મ દિવસને સેવા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. જન્મદિવસના કાર્યક્રમમાં સાદગી જળવાઇ રહે તે માટે હાઇકમાન્ડ દ્વારા પાર્ટીના નેતાઓને પત્ર મોકલવામાં આવ્યો છે. સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. સાથે જ પ્રસારમંત્રી વૈક્યા નાયડુએ સાંસદો અને મંત્રીઓને સેવા કાર્યની પરિભાષા સાથે એક સલાહપત્ર મોકલ્યો છે. હાઇકમાન્ડ દ્વારા કાર્યકર્તાઓને સલાહ આપવામાં આવી છે કે પ્રધાનમંત્રીનો જન્મ દિવસ સાદગીથી ઉજવવામાં આવે.  આ અવસર પર ફટાકડા ફોડવા, મિઠાઇ વહેંચવા, બેનર અને પોસ્ટર લગાવવાની પણ ના પાડવામાં આવી છે. સાથે જ નાયડુએ સેવાકિય કાર્યોની જે યાદી મોકલી છે. તેમાં સેવા, સમર્પણ, સંકલ્પ, સંપર્ક અને સંયોજન સાથે જોડાયેલા કાર્યક્રમો કરવા અંગે સલાહ આપી છે. સેવામાં એવી પ્રવૃત્તિઓ કરવાની સલાહ આપવામાં આવી છે કે જેમાં કોઇ પણ પ્રકારનો શારીરિક શ્રમ હોય સાથે જ સમર્પણમાં દાન કરવાની વાત કહેવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો