સાવધાન .. આવતા અઠવાડિયે કેટલાક બ્લેક મની ખાતાધારકોના નામ બતાવશે મોદી સરકાર

બુધવાર, 22 ઑક્ટોબર 2014 (12:41 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની મંત્રી પરિષદને જણાવ્યુ છે કે સરકાર વિદેશોમાં કથિત રૂપે કાળુ ધન જમા કરનારા કેટલાક લોકોના નામ સુર્પીમ કોર્ટને બતાવવાની તૈયારી કરી રહી છે. . એવા લોકોનુ નામ બતાવવામાં આવશે. જેમના વિરુદ્ધ આ બાબતની તપાસ ચાલુ છે. અંગ્રેજી છાપુ ઈંડિયન એક્સપ્રેસમાં છપાયેલ રિપોર્ટ મુજબ સોમવારે દિવાળી પહેલા પોતાના મંત્રીઓને આપેલ ડિનર પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યુ કે કેટલાક નામ બતાવવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટમાં શિવસેનાના એકમાત્ર પ્રતિનિધિ અનંત ગીતે પણ આ ડિનરમાં હાજર હતા. 
 
બીજેપીએ લોકસભા ચૂંટણી દરમિયાન વિદેશોમાં ભારતીયો દ્વારા જમા કરાવેલ કાળા નાણાના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો અને વચન આપ્યુ હતુ કે તેની સરકાર તેને પરત લાવશે. સરકારે ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ હતુ કે સંબંધિત દેશોઅ સાથે થયેલ સમજુતી હેઠળ બ્લેક મની જમા કરનારાઓના નામ સાર્વજનિક રૂપે ઉજાગર નથી કરી શકાતા. પણ તપાસ એજંસીઓના નામ આપી શકાય છે. જેને લઈને બીજેપી પર પોતાનો વ્યવ્હાર યુ ર્ટન લેવાનો આરોપ લગાવતા કોંગ્રેસ અને બીજા વિરોધી પાર્ટીઓ હુમલો બોલાવી રહ્યા હતા. 
 
વિપક્ષના આરોપોના જવાબમાં નાણાકીય મંત્રી અરુણ જેટલીએ કહ્યુ હતુ.. અમને નામને સાર્વજનિક કરવામાં કોઈ વાંધો નથી. પણ તેમને વિધિપૂર્વક કાયદેસર પ્રકિયા હેઠળ સાર્વજનિક કરી શકાય છે.  ડીટીએએ (બેવડા કરાધાનથી બચવાની સંઘિ)તેમા અવરોધ બની રહી છે. જેના પર જર્મની અને તત્કાલીન યુપીએ સરકાર વચ્ચે 19 જૂન 1995ન અરોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેટલીએ આ નિવેદન સ્વિટઝરલેંડથી પરત ફરેલ પ્રતિનિધિમંડળ સાથે વાતચીત પછી આપ્યુ હતુ. અધિકારીઓના પ્રવાસથી આ વાત સામે આવી હતી કે જે જિનીવાના એચએસબીસી બેંકમાં 700 ભારતીયોના એકાઉંટ છે. આ લિસ્ટ ભારતને ફ્રેંચ અધિકારીઓ તરફથી આપવામાં આવી છે.  

વેબદુનિયા પર વાંચો