સમાજ સુધારક નાનક

W.DW.D

ગુરૂ નાનકે જે યુગમાં જ્ન્મ લીધો હતો તે સમયે સામાજીક, રાજનીતિક તેમજ આર્થિક દ્રષ્ટિથી જનતા સંકટનો સામનો કરી કરી હતી. હિન્દુ ધર્મ ખતરામાં હતો. લોકો નાના સંપ્રદાયોની અંદર વહેચાયેલા હતાં. કોઇ પણ દેશની વાત નહોતું કરી રહ્યું. પરંતુ પોતાની જાતિની રક્ષામાં લાગેલા હતાં. વેર-ઝેરનો ભાવ વધી રહ્યો હતો. સ્વાર્થ, ભ્રષ્ટાચાર, રિશ્વત વગેરેનું બજાર ખુબ જ ગરમ હતું. લોકોનું નૈતિક પતન થઈ ગયું હતું. ધર્મ પાંખો લગાવીને ઉડી ગયો હતો.

શાસાક કસાઈ થઈ ગયાં હતાં જેઓના હાથની અંદર બેરહેમીની છરી હતી. ચારો તરફ જુઠ, મિથ્યા, પાપનો જ અંધકાર છવાયેલો હતો. સત્યરૂપી ચંન્દ્રમા ક્યારેય પણ ઉગતો જોવા મળતો નહતો.

નૈતિક આચરણ, સારા કરમોને લોકો ભુલી ગયાં હતાં. મુસલમાનોના હિન્દુઓ પર અત્યાચારો વધી રહ્યાં હતાં. તાવારના જોરે હિન્દુઓને મુસલમાન બનાવવમાં આવી રહ્યાં હતાં. હિંદુઓ ઘણા પ્રકારના બોજ નીચે દબાયેલી હતી. ચારો તરફ ભય, આતંક અને ડરનું સામ્રાજ્ય હતું. લોકો ઘરોની અંદર પુજા કરતાં હતાં અને બહાર નમાજ પઢવા માટે તૈયાર રહેતાં. વિદેશી સભ્યતા, સંસ્કૃતિ અને ભાષાનો પ્રભાવ વધતો જતો હતો. આનાથી દેસપ્રેમ અને રાષ્ટ્રીયતા લુપ્ત થતી જતી હતી. આવા સમાજને સત્યના માર્ગ પર લાવવા માટેનું ઉત્તરદાયિત્વ ગુરૂ નાનકના હાથમાં હતું.

લગભગ પાંચ વર્ષની ઉંમરથી જ ગુરૂ નાનકે આ વિકટ સમસ્યા પર વિચાર કરવાનો પ્રારંભ કરી દિધો હતો. તે વિશ્વની અંદર પ્રસરેલા દુ:ખ, વેર-ઝેરના ભાવને દુર કરવા માંગતાં હતાં. તેના માટે તેમને એક જ માર્ગ દેખાતો હતો. તે હતો એવા મતની સ્થાપના કરવાનો જેની અંદર હિંદુ અને મુસલમાન બંને પોત-પોતાના ધરમનું પાલન કરવા છતાં પણ તેની અંદર સમાઈ શકે. તે યુગ દ્રષ્ટા હતાં, દુરદર્શી હતાં. તેઓ સમજી ગયાં હતાં કે વર્તમાન પરિસ્થિતિની અંદર કેવા પ્રકારનો ધર્મ દેશ માટે ઉપયોગી રહેશે. એટલા માટે તેઓએ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પર બળ આપ્યુ હતું. ફક્ત આ મત જ બંને ધર્મોને એક્બીજાની નજીક લાવી શકે તેમ હતો. તર્કપુર્ણ દ્વારા લોકોના દિલોને જીતીને જ આવું કરી શકાય તેમ હતું. તેમનો માર્ગ પ્રેમનો હતો. તેઓ જાણતાં હતાં કે ધર્મોની વચ્ચે જે દિવાલો ઉભી કરવામાં આવી છે તે નકામી છે. જન્મથી કોઇ હિંદુ પણ નથી કે મુસલમાન પણ નથી. આ કૃતિમ દિવાલને તોડીને જ બંન્ને ધર્મોને નજીક લાવી શકાય તેમ હતાં. લાંબા ચિંતન અને મનન બાદ ગુરૂજીએ એકેશ્વરવાદનું દર્શન લોકોની સામે રાખ્યું હતું. મુસ્લીમ એકેશ્વરવાદી હતાં મુર્તિપુજાના વિરોધી હતાં. ગુરૂ નાનકે પણ મુર્તિ પુજાનો વિરોધ કર્યો અને એક ઓમકાર નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પર બળ આપ્યું.

વેબદુનિયા પર વાંચો