ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ હવાઈ મથકે આવશે ત્યારે તેમને તેઓ આવકારવાના છે તેમ જણાવતા વિજય રૂપાણીએ રોડ શો ના યજમાન મુખ્ય મંત્રી અને સરકાર છે. તેની ભૂમિકા આપતા કહ્યું કે ટ્રમ્પ અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એવા વિશ્વના બે શકિતશાળી નેતાઓનું સ્વાગત અભિવાદન એક ચિરંજીવ અને ઐતિહાસિક બની રહે તે માટે એરપોર્ટ થી મોટેરા સ્ટેડિયમ સુધીના માર્ગ પર રોડ શો નરેન્દ્ર ભાઈ અને ટ્રમ્પની મૈત્રીના કારણે શક્ય બન્યો છે. દેશ ના વિવિધ પ્રાંતની સાંસ્કૃતિક પ્રસ્તુતિ સાથે લોકો આ બે નેતાઓ ને આવકારી ભવ્ય અભિવાદન કરવાના છે.