ગુજરાતના અમદાવાદ નગર નિગમ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને ઈન્દિરા બ્રિઝ સુધી જોડનારા માર્ગ સુધી એક દિવાલનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. ભારતના પ્રવાસ પર આવી રહેલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવવાના છે. શક્યતા છે એક અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો માટે જે માર્ગ પર જશે એ જ માર્ગ પર આ વિસ્તાર આવે છે. આ રસ્તાના કિનારે 500 ઝૂપડીઓ છે. એવુ કહેવાય રહ્યુ છેકે ટ્રમ્પને અહીની ઝૂંપડીઓ દેખાય નહી એ માટે નગર નિગમ 7 ફીટ ઊંચી દિવાલ ઉભી કરી રહ્યુ છે.
એએમસીના એક અધિકારીએ જણાવ્યુ કે લગભગ 600 મીટરના અંતર પર આવેલ સ્લમ ક્ષેત્રને કવર કરવા માટે 6-7 ફીટ ઊંચી દિવાલ ઉભી કરવામાં આવી રહી છે. ત્યારબાદ પૌધારોપણ અભિયાન ચલાવાશે. દસકો જૂના દેવ સરન કે સરનિયાવાસ સ્લમ એરિયામાં 500થી વધુ ઝૂંપડપટ્ટી છે અને લગભગ 2500 લોકો ત્યા રહે છે. એએમસી સૌદર્યીકરણ અભિયાન હેઠળ સાબરમતી રિવરફ્રંટ સ્ટ્રેચ વિસ્તારમાં ખજૂરના છોડ લગાવી રહી છે.