ભારતને વિદેશી મદદની જરૂર નથી:જયસવાલ

વાર્તા

શનિવાર, 29 નવેમ્બર 2008 (16:37 IST)
મુંબઈમાં આતંકવાદીઓ દ્વારા તાજ હોટેલ અને ઓબેરોય જેવી હોટેલમાં તથા ખુલ્લેઆમ કરવામાં આવેલા આત્મઘાતી હુમલાના પગલે વિશ્વના દેશોએ ભારતને મદદ કરવા તૈયારી બતાવી હતી.

જેના પગલે મુંબઈમાં બુધવાર રાતથી શરૂ થયેલ મોતના તાંડવ પાછળ પાકિસ્તાનનો હેવાની હાથ હોવાનું સ્પષ્ટ કહેતા કેન્દ્રીય ગ્રૃહરાજ્ય મંત્રી શ્રીપ્રકાશ જયસવાલે આજે અહી કહ્યુ હતુ કે તપાસ માટે કોઈપણ વિદેશી એજેંસીઓની મદદની જરૂર નથી.

તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ભારતને કોઈપણ વિદેશી તપાસ એજંસીની જરૂર નથી.

એક માહિતી અનુસાર વડાપ્રધાન મનમોહન સિંહે આજે પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રજા ગિલાની અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે ફોન પર વાતચીત કરી હતી. એક માહિતી મુજબ સિંહે પાકિસ્તાન સરકાર પાસે મદદ માંગી જેના પગલે પાકિસ્તાને પાશાને ભારત મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો.

પરંતુ જયસવાલે આ સમાચારને નકારી કાઢ્યા હતાં. અને કહ્યુ હતુ કે ભારત પોતાની સમસ્યાને જાતે પહોચી વળવા સક્ષમ છે. ભારત પાસે તેની એટીએસની ફોઝ છે અને જરૂર પડી તો તેની કેન્દ્રીય એજંસીઓ પણ તેને મદદ કરશે.

જયસવાલે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યુ કે પકડવામાં આવેલ આતંકવાદી પાકિસ્તાની છે.

વેબદુનિયા પર વાંચો