Simmba Movie Review: નબળી સ્ટોરીમાં પ્રાણ પુરે છે રણબીર સિંહની એક્શન અને કોમેડી

શનિવાર, 29 ડિસેમ્બર 2018 (14:10 IST)
ફિલ્મ - સિમ્બા
ફિલ્મ ટાઈપ - એક્શન ડ્રામા 
કલાકાર - રણવીર સિંહ, સારા અલી ખાન, સોનૂ સૂદ, આશુતોષ રાણા, સિદ્ધાર્થ જાધવ 
નિર્દેશક - રોહિત શેટ્ટી 
રેટિંગ - 3 સ્ટાર્સ 
 
રણવીર સિંહ (Ranveer Singh) અને સારા અલી ખાન ( Sara Ali Khan )ની ફિલ્મ સિંબા (Simmba)  છેવટે રજુ થઈ ગઈ છે. રોહિત શેટ્ટી (Rohit Shetty) દ્વારા નિર્દેશિત સિંબા મા રણવીર સિંહે પોતાના ફેંસને પોલીસના રૂપમાં ભેટ આપી છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં મસાલા એંટરટેનર ના બધા ગુણ છે. 'સિંબા' માં એક્શન સાથે કોમેડીનો પણ જોરદાર તડકો છે.  અક્ષય કુમાર  (Akshay Kumar) અને અજય દેવગન  (Ajay Devgn)  ના કૈમિયો આ ફિલ્મને જોવાની મજા બમણી કરે દે છે.  સ્ક્રીન પર સિંબા અને સિંઘમ ની જોડી જોઈને તમારુ દિલ ખુશ થઈ જશે. કારણ કે સિંઘમની ઝલક પણ સિમ્બામાં જોવા મળી છે. જે ફેંસને ફિલ્મ તરફ ખેંચે છે.  આ તમામ કારણોથી દર્શકોમાં સિમ્બાને લઈને ખૂબ ઉત્સાહ છે.  અત્રે એ ઉલ્લેખનીય છે કે લગ્ન પછી રણવીરની આ પહેલી ફિલ્મ છે. સારા અલી કહનના શાનદાર ડેબ્યૂ પછી તેની આ બીજી ફિલ્મ છે. આ બંને સ્ટાર્રરની જોડી ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મને જોતા પહેલા એકવાર આ ફિલ્મનો રિવ્યુ જરૂર વાંચી લો.  
ફિલ્મ સિંબા સ્ટોરી 
 
સિંઘમ ફિલ્મના બાજીરાવ સિંઘમના ગામ શિવગઢના રહેનારા અનાથ છોકરો સંગ્રામ ભાલેરાવ ઉર્ફ સિમ્બા (રણવીર સિંહ) બાળપણથી જ એક પોલીસ ઓફિસર બનવા માંગે છે. પોલીસની વર્દી પહેરીને તે ઢગલો પૈસા કમાવવા માંગે છે. આ લાલચના કારણે સિંબાની પોસ્ટિંગ ગોવાના મિરામાર વિસ્તારમાં કરાવી દેવામાં આવે છે.  જ્યા દુર્વા રાનાડે (સોનૂ સૂદ)નુ રહસ્ય ચાલે છે.  જે રસ્તા ચાલતા છેડવા નહી  પણ તેમના રસ્તામાં કોઈ આવે તો તેને છોડતો નથી. વધુ પૈસા કમાવવાને કારણે સિંબા દુવા રાનાડે સાથે હાથ મિલાવી લે છે.  અને કાળી દુનિયા પર રાજ કરવાનુ સપનુ જોવા માંડે છે. આ દરમિયાન સિંબાની મુલાકાત પોલીસ સ્ટેશન સામે કૈંટીન ચલાવનારી શગુન (સારા અલી ખાન) આથે થાય છે અને ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે.  ફિલ્મની સ્ટોરી આગળ વધે છે અને એક ઘટનાને કારણે લાલચી પોલીસ ઓફિસર સિંબાની બેઈમાની ઈમાનદારીમાં બદલાય જાય છે.  બીજી બાજુ એક બીજાને ભાઈ માનનારા દુર્વા-સિમ્બા એકબીજાના દુશ્મન બની જાય છે.  ફિલ્મની આ કડીને જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.  ત્યારે તમને જાણ થશે સિમ્બા ઈંસાફના રસ્તે ચાલે છે કે પૈસાની આગળ ઈમાન વેચી દે છે. 
 
નિર્દેશન 
 
એક્શન અને કોમેડી ફિલ્મ્સ બનાવવામાં રોહિત શેટ્ટીને નિપુણતા હાસિલ છે.  સિંબાનો ફસ્ટ હાફ કોમેડીથી ભરપૂર છે. બીજા હાફમાં જોરદાર એક્શન જોવા મળે છે.   સાથે જ આ ફિલ્મ સારો સંદેશ પણ આપે છે. જે આ ફિલ્મના ડાઈરેક્શનને ફિલફીલ કરવાનુ કામ કરે છે. બીજી બાજુ ફિલ્મમાં રણવીરને સિમ્બાના રૂપમાં શાનદાર રીતે રજુ કરવુ આ ફિલ્મને શાનદાર બનાવે છે. જોમોન ટી જૉનનુ છાયાંકન લાજવાબ છે. રોહિતે એકવાર ફરીથી ઓડિયંસની સામે પરફેક્ટ એંટરટેન રજુ કરી છે.  પણ સિંબાની સ્ટોરીને પણ પોલીસ ઓફિસરના રૂપમાં રજુ કરવામાં આવી છે. છતા પણ નબળી સ્ટોરી છતા પણ રોહિત પર ફિલ્મની  જેમ સિંગલ સ્ક્રીન ઑડિયંસને આ ફિલ્મ પન ખૂબ પસંદ આવશે. 
અભિનય 
 
સિંબાના રૂપમાં રણવીર સિંહને જોવો તમને ગમશે.  પરિસ્થિતિયોના હિસાબથી રણવીરે પોતાની એક્ટિંગમાં ડાંસ, એક્શન અને કોમેડીનુ એવુ પ્રદર્શન કર્યુ છે જે ફિલ્મમાં તેમની ભૂમિકાને કમ્પલીટ પેકેજ સાબિત કરે છે.  જો કે કેટલાક સીંસમાં એક્ટિંગ ઓવર લાગી શકે છે. આ ફિલમમાં સારા અલી ખાન પાસે વધુ કશુ કરવા જેવુ નહોતુ. પણ સારા પોતાની હાજરથી જ અલગ જ રંગ નાખે છે. સોનૂ સુદ અને આશુતોષ રાણાએ પોતાનુ પાત્ર સારી રીતે ભજવ્યુ છે.  સિદ્ધાર્થ જાઘવ પણ પોતાની શાનદાર કોમિક ટાઈમિંગથી તમને ખૂબ હસાવશે. 
સંગીત
 
ફિલ્મનુ મ્યુઝિક શાનદાર છે. તેરે બિન અને આંખ મારે જેવા ગીતને મોટા પડદા પર જોયા પછી તમને સિટીયો મારવાનુ મન થઈ જશે.  ફિલ્મનુ ટાઈટલ ટ્રેક પણ ખૂબ દમદાર છે. ફિલ્મનુ સંગીત તનિષ્ક બાગચી, લિઓ જોર્જ, ડીજે ચેતસ અને એસ થમને આપ્યુ છે.  અમર મોહિલે, ચંદન્ન સક્સેના અને એસ થમનનુ બેકગ્રાઉંડ સ્કોર વખાણવા લાયક છે.  ફિલ્મનો ક્લાઈમેક્સ સારો છે. 
ફિલ્મની ખૂબીઓ 
 
-  રણવીર સિંહનો ડાંસ, એક્શન અને કોમેડી 
- ફિલ્મના ડાયલોગ્સ ખૂબ સારા છે. જે હસાવે છે. રડાવે છે અને ઘણુ બધુ શિખવાડે છે. 
-  આશુતોષ રાણા અને સિદ્ધાર્થ જાઘવે રણવીરનો સાથ સારી રીતે નિભાવ્યો છે. 
- ફિલ્મનુ મ્યુઝિક 
- સોનૂ સૂદનો વિલેન રોલ તમને ફિલ્મ જોવા માટે મજબૂર કરી દેશે 
- ફિલ્મની સ્ટોરી ભલે જૂની હોય પણ આ તમારુ ભરપૂર મનોરંજન કરે છે. તેને તમે ફેમિલી સાથે જોઈ શકો છો. 
 
ફિલ્મમાં મિસ કરશો આ વસ્તુ 
 
-  સારા અલી ખાનનુ પાત્ર ખૂબ નાનુ છે. 
- નબળી સ્ટોરી 
- મરાઠી ભાષાનો જરૂર કરતા વધુ ઉપયોગ 
- ફિલ્મની લંબાઈ  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર