Mission Mangal - દેશપ્રેમની ભાવનાથી ઓતપ્રોત છે સ્ટોરી

શનિવાર, 17 ઑગસ્ટ 2019 (17:51 IST)
કલાકાર - અક્ષય કુમાર, વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી, શરમન જોશી, નિત્યા મેનન, સંજય કપૂર, જીશાન અયૂબ 
નિર્દેશક - જગન શક્તિ 
મૂવી ટાઈપ - ડ્રામા હિસ્ટરી 
 
સમય - 2 કલાક 13 મિનિટ 
સ્ટાર્સ - 3.5/6 
 
15 ઓગસ્ટ દર વર્ષે બોક્સ ઓફિસ પર ધમાકેદાર ફિલ્મો સાથે આવે છે. આ વર્ષના સ્વતંત્રતા દિવસ પર એક નહી પણ બે બે ફિલ્મો રજુ થઈ છે. પહેલી અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ અને બીજી ફિલ્મ બાટલા હાઉસ.  પ્રમોશનના સમયથી જ એવુ માનવામાં  આવી રહ્યુ હતુ કે બાટલા હાઉસની તુલનામાં અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ સારો બિઝનેસ કરશે. . જો કે આ તો સમય જ બતાવશે.  ચાલો જાણીએ કેવી છે અક્ષયની ફિલ્મ 
સ્ટોરી 
 
મિશન મંગલ ભારતના પ્રથમ મંગલયાનને લોંચની સ્ટોરી છે. ફિલ્મમાં બતાવ્યુ છે કે કેવી રીતે વૈજ્ઞાનિઓને તમામ વ્યક્તિગત સમસ્યાઓનો સામનો ક્રતા મંગલયાન જેવા મહત્વાકાંક્ષી મિશનને અંજામ આપ્યો.   અથાગ મહેનતથી ટીમ વર્ક દ્વારા લક્ષ્યને મેળવે છે.  આ ફિલ્મમાં અક્ષય કુમાર વૈજ્ઞાનિક રાકેશ ધવનની ભૂમિકામાં જોવા મળશે.  જેમણે વર્ષ 2013મા ભારતની તરફપ્રથમ સેટેલાઈટ મોકલવાનુ સપનુ પુરુ કર્યુ હતુ. બીજી બાજુ અભિનેત્રી વિદ્યા બાલન તારા શિંદેની ભૂમિકામાં છે.  જે આ પ્રોજેક્ટમાં રાકેશ ધવનની સાથે હતી.   આ ફિલ્મ સાચી સ્ટોરી પર આધારિત છે. તેમા ફક્ત કેટલીક રચાનત્મક સ્વતંત્રતા લેવામાં આવી છે. આ સ્ટોરી છે ભારતના માર્શ મિશન એટલે કે મંગલયાનની.  આ ફિલ્મએન બોલીવુડની પ્રથમ સ્પેસ ફિલ્મ બતાવાય રહી છે. અને ભારતએ  ગૌરવગણી ક્ષણોને ફિલ્મમાં સમેટવામાં આવી છે. ફિલ્મ ઈસરોની એ મહિલા વૈજ્ઞાનિકોની સ્ટોરી બતાવે છે જે પોતાના વ્યક્તિગત જીવન અને અંતરિક્ષ એજે6સીના મંગલ કાર્યક્રમને લઈને પોતાની પ્રતિબદ્ધતા વચ્ચે તાલમેલ બેસાડે છે. 
રિવ્યુ -  નિર્દેશક જગન શક્તિએ આ ફિલ્મ સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યુ છે. આ સાયંસ અને રિયલ સ્ટોરી પર બેસ્ટ એક શાનદાર સ્ટોરી છે. જે દર્શકો પર પોતાની છાપ છોડતી જોવા મળે છે.  ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈંટ છે ઈમોશનલ ફેક્ટર છે.  જો કે કેટલાક સ્થાન પર દર્શકો ઈફેક્ટ્સથી ખુશ નથી.  એક્ટિંગની વાત કરીએ તો અક્ષય કુમારે રાકેશ ધવનની ભૂમિકા શાનદાર રેતે ભજવી છે. સિનેમાઘરમાં બેસેલા દર્શક ડાયલૉગ્સ પર ખૂબ તાળીઓ વગાડે છે. બીજી બાજુ વિદ્યા બાલનની એક્ટિંગ પણ ખૂબ વખાણવા લાયક છે.  તાપસી અને સોનક્ષીનો અભિનય પણ સહજ લાગ્યો. શરમન જોશીએ પણ દર્શકોને ભરપૂર એંટરટેન કરે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર