વોંટેડ

બેનર : સહારા વન મોશન પિક્ચર્સ, એસ કે ફિલ્મ્સ એંટરપ્રાઈઝે
નિર્માતા : બોની કપૂર
નિર્દેશક : પ્રભુદેવ
સંગીત : સાજિદ-વાજિદ
કલાકાર :સલમાન ખાન, આયેશા ટાકિયા,મહેશ માંજરેકર, પ્રકાશ રાજ
રિલીઝ ડેટ : 18 સપ્ટેમ્બર 2009

'વોંટેડ' આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંથી એક છે. જેની સલમાનના પ્રશંસકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન ઘણા દિવસો પછી એકશન રોલમાં જોવા મળશે. સલમાન પોતે કહે છે કે આ ફિલ્મમાં તેમણે હાથપગ વધુ ચલાવ્યા છે.

સ્ટોરી છે રાધે (સલમાન ખાન)ની. રાધે પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર છે, પરંતુ પોતાની શરતો પર. એ જેની સાથે દોસ્તી કરે છે, તેનો દરેક પરિસ્થિતિમાં સાથ આપે છે. જે વચન આપે છે એને પુરૂ કરવા એ ગમે તે કરી શકે છે.

બુધ્ધિશાળી રાધે એક શૂટર (નિશાનેબાજ)છે. આ નિશાન એ ખતરનાક ગેંગસ્ટર ગની ભાઈ (પ્રકાશ રાજ)ના દુશ્મનો પર લગાવે છે. નીડર રાધે એકલો જ ગનીભાઈના દુશ્મનોને ભારે પડે છે અને એક-એક કરીને બધાનો ખાત્મો કરી નાખે છે.. ગનીભાઈના દુશ્મનોનો નાશ કરીને એ પોતાના દુશ્મનોની સંખ્યા વધારી દે છે.

IFM
રાધે એ સમય આશ્ચર્યમાં પડી જાય છે જ્યારે જાહ્નવી(આયેશા ટાકિયા) તેને જણાવે છે કે એ તેને પ્રેમ કરે છે. જાહ્નવી શર્મીલી, નાદાન અને સીધીસાદી છોકરી છે. ઈંસપેક્ટર તલપદે (મહેશ માંજરેકર)ની નજર જાહ્નવી પર છે, પરંતુ તેને ખબર નથી કે જાહ્નવીની પસંદ રાધે છે. તલપદે ખૂબ જ જીદ્દી માણસ છે. જે ઈચ્છે છે એ મેળવીને જ રહે છે, પછી એ પૈસો હોય કે સ્ત્રી.

ગોલ્ડન ગેંગ હોય કે દાતા પાવલેની ગેંગ, બધાની નજર મુંબઈ પર કબ્જો મેળવવાની છે મુંબઈ મેળવવા માટે બધા એકબીજાના જીવ લેવા તત્પર છે. તેમના માર્ગમાં અવરોધ બનનાર દરેકને તેઓ મારી નાખે છે.

મુંબઈ ગેંગ વોર જોર પકડે છે. કમિશ્નર અશરફ ખાન નક્કી કરે છે કે તેઓ મુંબઈને અપરાધીઓથી મુક્ત કરાવશે. તેઓ એક જ દિવસમાં 200થી વધુ અપરાધીઓને પકડે છે. ગેંગસ્ટર વિરુધ્ધ ગેંગસ્ટર અને પોલીસ વિરુધ્ધ ગેંગસ્ટર હોવાથી સ્થિતિ વધુ બગડે છે.

IFM
આ દરમિયાન રાધે મુંબઈનો 'મોસ્ટ વોંટેડ મેન' બની જાય છે. બીજી ગેંગવાળા તેને મારવા ઈચ્છે છે કારણ કે એ ઘણુ બધુ જાણી ગયો છે. પોલીસ તેને જીવતો પકડીને પૂછપરછ કરવા માંગે છે કે એ શુ જાણે છે ?

શુ રાધે ગેંગસ્ટરનો શિકાર બનશે ?
શુ રાધે પોલીસના હાથમાં આવશે ?

જાણવા જુઓ સલમાન ખાન અને આયેશા ટાકિયા અભિનિત ફિલ્મ 'વોંટેડ'.

વેબદુનિયા પર વાંચો