તીન પત્તી

IFM
નિર્માતા : અંબિકા હિંદૂજા
નિર્દેશક - લીના યાદવ
સંગીતકાર - સલીમ-સુલેમાન
કલાકાર : અમિતાભ બચ્ચન, સર બ્રેન કિંગ્સલે, આર માઘવન, રાયમા સેન, શ્રધ્ધા કપૂર.

'ત્રણ પત્તી'ને લઈને અમિતાભ ખૂબ જ ઉત્સાહિત છે. તેમનુ માનવુ છે કે ફિલ્મનો વિષય અનોખો છે. તીન પત્તી પત્તાની એક રમત છે. ગણિત અને પત્તાની આ રમત વચ્ચેના સંબંધને આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. અમિતાભ બચ્ચન અને બેન કિંગ્સલે જેવા મહાન અભિનેતાઓને આ ફિલ્મ જોવા મળશે. સાથે જ શક્તિ કપૂરની પુત્રી શ્રધ્ધા કપૂર આ ફિલ્મ દ્વારા ફિલ્મોમાં આગમન કરી રહી છે.

વેંકટ(અમિતાભ બચ્ચન) એક ગણિતજ્ઞ છે. તે પોતાના વિષયમાં નિપુણ છે. રાત દિવસ ચિંતન અને અભ્યાસમાં ડૂબ્યો રહે છે. તે એક નવી થિયરી રજૂ કરે છે, પરંતુ તેના વરિષ્ઠ પ્રોફેસર થિયરીને નકારી દે છે.

IFM
પત્તા રમતી વખતે એક દિવસ વેંકટને લાગે છે કે પત્તા દ્વારા આ થિયરીને સારી રીતે સમજાવી શકાય છે અને પત્તા અને પ્રાયિક્તાના સિદ્ધાંતો વચ્ચે થોડોક સંબંધ છે. તે આ અંગે પોતાના જૂનિયર પ્રોફેસર શાંતનુ (માઘવન)ને જણાવે છે. બંને નિર્ણય લે છે કે જુગારખાનામાં જઈને આ થિયરીને પારખવી જોઈએ. પત્તાની રમત રમી રહેલ અન્ય ખેલાડીઓના પત્તા વિશે તેઓ આ થિયરી દ્વારા જાણી લે છે કે કોની પાસે કયા પત્તા છે.

લંડનના કેસિનોમાં વેંકટની મુલાકાત પર્સી(બેન કિંગસ્લે)સાથે થાય છે જે દુનિયાના સૌથી મોટ જીવિત ગણિતજ્ઞ છે. વેંકટના સમીકરણોથે પર્સી એ જાણી જાય છે કે પ્રાયિકતાના સિંધ્ધાંતોને ફરીથી લખવા પડશે.

IFM
વેંકટની થિયરીના જ્યા એકબાજુ સારા પરિણામ છે ત્યાં બીજીબાજુ તેની ખરાબ અસર પણ છે. એક બાજુ તેની શોધનો ઉપયોગ ઘણી જગ્યાએ કરી શકાય છે તો બીજી બાજુ માણસ પોતાની લાલચ માટે પણ આનો ઉપયોગ કરી શકે છે.

શુ વેંકટને પોતાના જ્ઞાનની કિમંત પોતાનો જીવ ગુમાવીને ચુકવવી પડશે ?
જાણવા માટે જુઓ ઝડપી ગતિએ દોડતી થ્રિલર 'તીન પત્તી'.

વેબદુનિયા પર વાંચો