1990ના એક સરેરાશ ભારતીયની જીંદગીની તુલના આજે કરવામાં આવે તો ઘણો ફરક જોવા મળશે વિસાસિતાપૂર્ણ વસ્તુઓ ઘણી ઓછી જોવા મળે છે. 'ઈમ્પોર્ટેડ' શબ્દની ખૂબ માંગ હતી. કોઈપણ વસ્તુ જો ઈમ્પોર્ટેડ હોય તો એવુ માનવામાં આવતુ હતુ કે તે સારી છે. 'બદમાશ કંપની'ની વાર્તા એ સમયની છે.
બોમ્બે (ત્યારે મુંબઈ આ જ નામથી ઓળખાતુ હતુ)ના મિડલ ક્લાસના ચાર યુવા કરણ (શાહિદ કપૂર), બુલબુલ(અનુષ્કા શર્મા), ચંદૂ(વીર દાસ) અને જિંગ(મિયાંગ ચેંગ)મળીને એક વેપાર શરૂ કરે છે. તેઓ ઈમ્પોર્ટેડ વસ્તુઓ લાવીને ભારતમાં વેચે છે.
ઈમ્પોર્ટેડ વસ્તુ પ્રત્યે ગજબનો ક્રેઝ હતો, આ કારણે તેમનો વ્યવસાય સારો ચાલે છે. તેઓ ટૂંક સમયમાં જ પોતાના વેપારના કિંગ બની જાય છે. ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાના ચક્કરમાં તે ખરા-ખોટાના ઝંઝટમાં નથી પડતા
IFM
ચારે મિત્રો પૈસાવાળા બની જાય છે અને તેમને એક વાત સમજમાં આવી જાય છે કે વ્યવસાયમાં સફળતા માટે પૈસાને બદલે આઈડિયા મહત્વપૂર્ણ થાય છે. વધુ પૈસા કમાવવાના ચક્કરમાં તેઓ વધુ જોખમ ઉઠાવે છે, અને ભારતની બહાર નીકળે છે.
એવી ઘટનાઓ એક પછી એક બને છે કે તેમને પોતાનો વ્યવસાય બંધ કરવો પડે છે. પરંતુ ચારેયની પાસે એક બીજો પ્લાન છે. શુ છે પ્લાન ? શુ તેઓ આ વખતે પણ સફળ થશે ? કોણ છે એ જેને કારણે તેમને પોતાની સારી ચાલતી દુકાન બંધ કરવી પડી ? જાણવા માટે જોવી પડશે 'બદમાશ કંપની'
પાત્ર પરિચય
IFM
21 વર્ષનો કરણ એક મિડલ ક્લાસનો છોકરો છે. કરોડો લોકોની જેમ તેનુ પણ વધુને વધુ પૈસા કમાવવાનુ સપનું છે. તેના પિતાના કેટલાક સિધ્ધાંત છે, જે તેના સપનાને હકીકતમાં બદલવાના રસ્તામાં રુકાવટ છે. એક દિવસ તેના 'બ્યુટીફુલ માઈંડ'માં એક 'બિગ આઈડિયા' આવે છે. પોતાના મિત્રોની સાથે તે ખોટી વાતોને યોગ્ય રીતે કરે છે 'આ 'બદમાશ કંપની' કરોડપતિ થઈ જાય છે. પરંતુ પૈસા અને મૈત્રી વધુ દૂર સુધી સાથે નથી ચાલી શકતી. કરણનો 'ઈગો' પણ આડે આવે છે. મૈત્રી અને પ્રેમને મેળવવા તેને સંઘર્ષ કરવો પડે છે.
બુલબુલ (અનુષ્કા શર્મા)
IFM
સ્મોલ ટાઉન ગર્લ બુલબુલ પોતાના સપનાને પૂરા કરવા માટે બોમ્બે આવી છે. મોડેલિંગ વર્લ્ડના ખરાબ ચલણને કારણે તે પોતાનુ સપનું પુરૂ નથી કરી શકતી. કરણ સાથે તેની મુલાકત થાય છે, તે ખૂબ જ મહત્વાકાંક્ષી છે. બુલબુલ પણ 'બદમાશ કંપની'નો ભાગ બની જાય છે. કરણની આ બિઝનેસ પાર્ટનર તેને દિલ આપી બેસે છે અને લાઈફ પાર્ટનર બનવાનુ વિચારે છે.