અનામિકા - ધ અનટોલ્ડ સ્ટોરી

IFM
નિર્માતા - ભંવરલાલ શર્મા
નિર્દેશક - અનંત મહાદેવન
સંગીતકાર - અનુ મલિક
કલાકાર - ડીનો મોરિયા, મિનિષા લાંબા, કોએના મિત્રા, આરતી છાબરિયા, ગુલશન ગ્રોવર.

ઓછા બજેટની થ્રિલર ફિલ્મ બનાવનારા અનંત મહદેવન 'અનામિકા - ધ અનટોલ્ડ સ્ટોરી' લઈને દર્શકો સામે આવી રહ્યા છે. આ ફિલ્મ એક રહસ્યમય પ્રેમકથા પર આધારિત છે. વાર્તા કાંઈક આ પ્રકારની છે.

વિક્રમ આદિત્ય સિસોદિયાનુ રાજસ્થાનમાં ગજનેર પેલેસ છે. તે પોતાના પેલેસને રિસોર્ટમાં બદલવા માંગે છે. આ કામ માટે તે મુંબઈ જાય છે, જ્યાં તેની મુલાકાત જિયા રાવ સાથે થાય છે. મુલાકાત પ્રેમમાં બદલાય છે. બંને લગ્ન કરવાનો નિર્ણય કરે છે.

લગ્ન પહેલા જિયાને વિક્રમ પોતાની જીંદગીનુ એક રહસ્ય બતાવે છે. તેના મુજબ તેનુ આ બીજુ લગ્ન છે. તેની પહેલી પત્ની અનામિકાનુ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થઈ ગયુ હતુ.

જિયા અને વિક્રમ ખૂબસૂરત ગજનેર પેલેસ પહોંચે છે. જ્યા જિયાને બે વસ્તુઓ ખૂબ જ હેરાન કરે છે. એક તો મોટો મહેલ અને બીજુ અનામિકા સાથે તેની તુલના. જિયા કરતા અનામિકા સુંદર હતી.

તે અનામિકાની જેમ રહેવાનો નિર્ણય કરે છે. જ્યારે તે અનામિકાના રૂપે વિક્રમની સામે આવે છે તો વિક્રમને જૂની વાતો યાદ આવે છે. જિયાને તે અનામિકા સાથે જોડાયેલી કેટલીક વાતો નથી બતાવવા માંગતો.

જિયાની મુલાકાત વિક્રમના સાળા સાથે થાય છે. તે પોતાના જીજાજી પર અનામિકાની હત્યાનો આરોપ મુકે છે. આ સાંભળીને જીયા પ્રેમ, જીંદગી અને મોતની વચ્ચે પોતાની જાતને ગૂંચવાયેલી અનુભવે છે.

IFM
અચાનક પેલેસમાં વિચિત્ર ઘટનાઓ ઘટવાની શરૂ થઈ જાય છે. અનામિકાનો કહેવાતો પ્રેમી સંજય જોવા મળે છે. જિયાનો સામનો અનામિકાના ભૂત સાથે થાય છે. કેટલાક રહસ્યો ઉધાડાં પડે છે.

જિયા આ બધી વાતોથી ગભરાય જાય છે. તેને લાગે છે કે તેની સાથે પણ એ જ થશે જે અનામિકા સાથે થયુ હતુ.

શુ થશે જિયાનુ ?
અનામિકાની મોત માટે કોણ જવાબદાર છે ?
વિક્રમની અસલિયત શું છે ?
મહેલોની દિવાલોમાં કયુ રહસ્ય છિપાયેલુ છે ?
જાણવા માટે જુઓ 'અનામિકા'.