ખુબ યાદ આવે છે તારી...

N.D

પોષની ઠંડી રાતોમાં છાતીએ લગાડીને સુતી હતી જે,

પકડીને બંને ખભા જમીન પર ચાલતાં શિખવાડતી હતી જે,

જ્યારે ચાલતાં ચાલતાં પડી જતો, પડેલાને ઉભો કરતી હતી જે,

પોતાના ખોળામાં લઈને હીંચકો ખવડાવતી હતી જે,

રાત્રે સુવડાવવા માટે હાલરડાં ગાતી હતી જે,

આજે તે મા ખુબ જ યાદ આવે છે,

મુશ્કેલીમાં તેની ખોટ ખુબ જ સારે છે,

તેની વાત કરતાં જ આંખમાંથી આંસુ સરી પડી છે,

નથી તે આ દુનિયામાં આજે પણ હેપ્પીને લાગે છે,
આજે પણ ક્યાંકથી આપીને અવાજ તે મને બોલાવે છે...

કુલવંત હેપ્પી

વેબદુનિયા પર વાંચો