. ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને જે મુદ્દા પર તેમના વિરોધી અત્યાર સુધી સૌથી વધુ ઘેરી રહ્યા હતા, એ જ મુદ્દાને લઈને એક મોટા મુસ્લિમ નેતાએ તેમને ક્લીન ચિટ આપી છે. જમીયત ઉલેમા એ હિંદના પ્રમુખ મૌલાના મહેમૂદ મદનીએ કહ્યુ કે ગુજરાતના રમખાણોને લઈને નરેન્દ્ર મોદીએ માફી માંગવાની જરૂર નથી. તેમણે સાથે જ કહ્યુ કે જો મોદી દોષી છે તો તેમને સજા મળવી જોઈએ. કારણ કે માફી માંગવાથી નુકશાન ઓછુ નથી થઈ જતુ. હિંદી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન રવિવારે મદનીએ કહ્યુ, 'મોદીને મુસ્લિમ ટોપી પહેરવાની જરૂર નથી, કોઈપણ માણસે બળજબરીપૂર્વક ધાર્મિક ચિહ્ન લેવાની જરૂર નથી'.