આગામી લોકસભા ચૂંટણીના પરિણામમાં નરેન્દ્ર મોદીનો જાદુ સાફ જોવા મળશે. મોદી બીજેપીને બહુમત તો નહી અપાવી શકે પણ તે અટલ બિહારી વાજપેયીનો રેકોર્ડ તોડી નાખશે. બીજેપી એકલા 217 સીટો જીતશે જ્યારે કે વાજપેયીના નેતૃત્વમાં પાર્ટીને 186 સીટો મળી હતી. મમતા બેનર્જી ની પાર્ટી તૃણમૂળ કોંગ્રેસે 29 સીટોની સાથે સપા અને બસપાને પછાડતા ત્રીજી સૌથી મોટી પાર્ટી બનીને આવશે. તેલંગાના બિલ દ્વારા પણ કોંગ્રેસને ફાયદો થતો નથી દેખાય રહ્યો અને આંધ્ર પદેશની વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીને 22 સીટો મળી શકે છે.
એબીપી નીલ્સનના ચૂંટણી પૂર્વ સર્વેમાં આ વાત સામે આવી છે.
એનડીને મળશે 236 સીટ
સર્વે મુજબ બીજેપી એકલી 217 સીટ જીતી શકે છે. જે એક વર્લ્ડ રેકોર્ડ હશે. અત્યાર સુધીની લોકસભા ચૂંટણીમાં બીજેપી 200 સીટોનો આંકડો પાર નથી કરી શકી. બીજેપીનો સૌથી સારો રેકોર્ડ વાજપીયેના નેતૃત્વમાં 186 સીટો જીતવાનો છે.
મોદીના નેતૃત્વમાં તેમના સહયોગી પણ સારુ પ્રદર્શન કરશે. સર્વે મુજબ એનડીને 236 સીટો મળવાનુ અનુમાન છે. આ પહેલા જાન્યુઆરીમાં કરવામાં આવેલ સર્વેમાં એનડીને 226 સીટો મળી રહી હતી. મતલબેક મહિનામાં મોદી મેજીકથી એનડીએને 10 સીટોનો ફાયદો થવાનુ અનુમાન છે.
આપ પાર્ટીની હાલત ખરાબ - દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ધમાકેદાર પ્રદર્શન કરનારી આમ આદમી પાર્ટી દિલ્હીની બહાર આશા મુજબ પ્રદર્શન નહી કરી શકે. દિલ્હીની સાતમાંથી છ સીટો આપને મળવાનુ અનુમાન છે. પણ દેશભરમાં તે માત્ર 10 સીટો જીતી શકશે.