મોદી કેવી રીતે બધે ફરી વળે છે?, જાણવા જેવું

બુધવાર, 23 એપ્રિલ 2014 (12:19 IST)
ભાજપનાં વડાપ્રધાનપદનાં ઉમેદવાર નરેન્‍દ્ર મોદી હાલ ચુંટણી પ્રચાર માટે દેશભરમાં ફરી રહયા છે  પણ તેમને ઘરની યાદ ભાગ્‍યે જ સતાવે છે કારણ કે દેશનાં ગમે તે ખુણે રેલી યોજાવાની હોય મોદી મોટાભાગે રાતનાં અચુક ગાંધીનગર પરત આવી જાય છે. આ વાત જો કે મોદીની સેવામાં તૈનાત ત્રણ વિમાનો, એક જેટ અને બે હેલીકોપ્‍ટર્સને આભારી છે.
 
   ભાજપનાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થયા બાદ અત્‍યાર સુધીમાં મોદી ૧પ૦ થી વધુ જનસભાઓ સંબોધી ચુકયા છે અને કુલ ર.૪ લાખ કિલોમીટર પ્રવાસ કરી ચુકયા છે આનો મતલબ થયો કે તેઓ દરરોજ ૧,૧૦૦ કિલોમીટરનો પ્રવાસ કરે છે.
 
   મોદી હમણા હમણાંથી રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઇએમબી-૧૩પ બીજે, જેટ વિમાનમાં તેમના સભા સ્‍થળે પહોંચવા ટેક ઓફ કરે છે. આ જેટ કર્ણાવતી એસોસીએશનની (કે જે અદાણી કંપની હેઠળ કાર્યરત છે) માલીકીનું છે. એર ટ્રાફીક કંટ્રોલ અધિકારીનું કહેવું છે કે રોજ મોદી ગમે તે સ્‍થળે રેલી યોજી ગાંધીનગર પરત ફરે છે.
 
   તાજેતરમાં દિલ્‍હી એરપોર્ટ પર ભારે ટ્રાફીક હોવાને કારણે મોદીના જેટને લેન્‍ડીંગ કરવા માટે બે કલાક સુધી રાહ જોવી પડી હત અને તે કારણે મોદીને સભા સ્‍થળે પહોંચવામાં પણ મોડુ થયું હતું. ત્‍યાર બાદ પાછલા થોડા દિવસોથી મોદી ડીએલએફ ગૃપની માલીકીનું ઓગસ્‍ટા એડબલ્‍યુ-૧૩૯ હેલીકોપ્‍ટરમાં ફરી રહયા છે.
 
   મોદી ખાસ કરીને યુપી-બિહારના ગ્રામ્‍ય વિસ્‍તારોની સભાઓમાં પહોંચવા માટે હેલીકોપ્‍ટરનો ઉપયોગ કરી રહયા છે. કયારેક તેઓ બેલ-૪૧ર હેલીકોપ્‍ટરમાં પણ પ્રવાસ કરે છે.નિષ્‍ણાંતોનું કહેવું છે કે સીંગલ-એન્‍જીન હેલીકોપ્‍ટરમાં પ્રવાસ કરવા માટે પ્રતિ કલાક ૭૦,૦૦૦-૭પ,૦૦૦ રૂપીયાનું ભાડુ ચુકવવું પડે છે. જયારે ડબલ એન્‍જીન હેલીકોપ્‍ટરનું ભાડુ પ્રતિ કલાક ૧-૧.ર લાખ રૂપીયા છે. જયારે જેટમાં પ્રવાસ કરવા માટે ત્રણ લાખ રૂપીયા ચુકવવા પડે છે.
 

વેબદુનિયા પર વાંચો