નરેન્દ્ર મોદી મહાપુરૂષ છે. પોતાના નામને સાર્થક કરતા નરોના ઈન્દ્ર છે. એક મિથકીય વ્યક્તિત્વ છે. તેઓ એટલા બહાદુર હતા કે બાળપણમાં મગરમચ્છના બાળકો સાથે રમતા હતા. આવુ તમને 'ભવિષ્યની આશા - નરેન્દ્ર મોદી' નામની એક કોમિક બુક વાંચીને લાગી શકે છે. 43 પેજની આ કોમિક બુક બીજેપીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની જીંદગીના શરૂઆતના વર્ષોના વખાણ કરે છે. મોદીનુ બાળપણ વડનગરમાં વીત્યુ. આ કોમિક બુકમાં વડનગરના દિવસોની અનેક ઘટનાઓ બતાડવામાં આવી છે. જેમાથી કેટલીક ઘટનાઓ વિશે જાણીને તમને નવાઈ લાગશે. જેવુ કે એક મંદિરમાં ઝંડો લહેરાવવા માટે તેઓ મગરમચ્છોથી ભરેલ તળાવને પાર કરી ગયા હતા.
આ ચિત્રકથાને રાનાડે પ્રકાશન દ્વારા છાપવામાં આવી છે. બ્લૂ સ્નેલ એનિમેશન (બીએસએ) એ તેને ડિઝાઈન કરી છે અને બાળ મોદીને ખાકી રંગની હાફ પેંટ પહેરાવી છે. બીએસએના ડાયરેક્ટર જિગ્નેશ ગાંધી જણાવે છે કે આ પુસ્તક અસલ ઘટનાઓ પર આધારિત છે. તેને તૈયાર કરતા પહેલા આઠ મહિનાનું રિસર્ચ કરવામાં આવ્યુ. 150 રૂપિયાનુ આ પુસ્તક આ મહિનાના અંત સુધી હિન્દી, અંગ્રેજી, અને ગુજરાતીમાં મળી રહેશે.
આ ચિત્રકથામાં તમે જોશો કે તેમની વયના બાળકો જ્યારે રમી રહ્યા હતા ત્યારે મોદી ગામની લાઈબ્રેરીમાં સ્વામી વિવેકાનંદ અને છત્રપતિ શિવાજીના જીવન પર આધારિત પુસ્તકો વાંચતા હતા. કબ્બડીની મેચમાં તેમની અદભૂત શારિરીક ક્ષમતા દેખાતી હતી. એક વખત સ્કૂલમાં તેમણે કેટલાક તોફાની વિદ્યાથીઓ પર શ્યાહી ફેંકી, જેથી આચાર્ય તોફાની બાળકોને ઓળખી શકે. સ્કૂલ ભવનનાં નિર્માણ માટે ધનની જરૂર હતી ત્યારે મોદીએ જોગીદાસ ખુમાણ નાટક તૈયાર કર્યુ, અને ફાળો ભેગો કર્યો.
ચિત્રકથામાં તમે જોશો કે નરેન્દ્ર મોદી ભારત-ચીન યુધ્ધ માટે સીમા પર જતા સૈનિકોને ભોજન આપી રહ્યા છે. એનસીસી કેડેટનાં ડ્રેસમાં દાંતોમાં બેલ્ડ પકડીને વૃક્ષ પર ચડીને પતંગની દોરીમાં ફસાયેલા પક્ષીઓને બચાવતા જોવા મળી રહ્યા છે. બીજેપીના સૂત્રો મુજબ ફક્ત દિલ્હીની સાત લોકસભા સીટોમાં વાંચવા માટે આ પુસ્તકની 1000 કોપી છપાવવાનો ઓર્ડર પણ આપી ચુકાયો છે.