લોકસભા ચૂંટણી 2014 : મોદીની સીટ એક કોયડો બની ગઈ....

શુક્રવાર, 14 માર્ચ 2014 (14:13 IST)
મોદીની સીટ એક કોયડો બની ગઈ....

P.R

ભાજપાના પીએમ પદના દાવેદાર નરેન્દ્ર મોદી બનારસથી ચૂંટણી લડશે કે લખનૌથી એ વર્તમન સમયમાં સૌથી મોટો કોયડો બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે ભાજપામાં હાલ આ અંગે ચર્ચા જોરો પર છે અને તમામ રાજનીતિક દળ પણ આ અંગે નજર ટકાવી રાખેલ છે.

આ વાત પહેલાથી જ નક્કી છે કે મોદી માટે હાઈ પ્રોફાઈલ સીટ પસંદગી કરવામાં આવશે. . જે તેમના કદના મુજબ દેખાય. તે ગુજરાતની સીટ પણ હોઈ શકે છે અને ઉત્તરપ્રદેશની પણ.

પણ હવે નવી વાત સામે આવી છે કે ભલે અત્યાર સુધી એ નક્કી ન હોય કે પછી એલાન ન કરવામાં આવ્યુ હોય કે તેઓ ઉત્તરપ્રદેશની કંઈ સીટ પર ચૂંટણી લડશે, પણ એક સીટ એવી છે જ્યાથી તેમના લડવાનો નિર્ણય થઈ ચુક્યો છે.

આ ચારમાંથી મોદીને એક સીટ પસંદ કરવાની છે


P.R
ગુજરાત ભાજપાએ ગુરૂવારે એલાન કરી દીધુ કે મુખ્યમંત્રી નરેન્દ મોદી રાજ્યની એક સીટ પરથી ચૂંટ્ણી જરૂર લડશે. જો કે ઉત્તરપ્રદેશમાં બીજી સીટ પરથી ચૂંટણી લડવાની શક્યતાઓને નકારી નથી શકાતી.

અમદાવાદમાં ભાજપા મહાસચિવ વિજય રૂપાનીએ સંવાદદાતાઓને કહ્યુ, 'હુ એ ચોક્ક્સ કહી શકુ છુ કે મોદીજી ગુજરાતમાં એક સીટ પરથી ચૂંટણી જરૂર લડશે.

તેમણે કહ્યુ મોદીજીને રાજ્યના ચાર મુખ્ય શહેર - અમદાવાદ-રાજકોટ-વડોદરા અને સૂરતથી ચૂંટણી લડવાનું આમંત્રણ આપવામાં આવી રહ્યુ છે. અમારા પાર્ટી કાર્યકર્તાઓ ઈચ્છે છે કે તેઓ ગુજરાતથી ચૂંટણી લડે.


અડવાણીને ભોપાલથી આમંત્રણ
P.R
નરેન્દ મોદી કેન્દ્રીય સંસદીય દળ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકોમાં ભાગ લેવા માટે ગુરૂવારે દિલ્હીમાં હાજર હતા.
એવુ કહેવાય રહ્યુ છે કે આ દિવસે તેમની સીટ પર નિર્ણય થઈ જશે. પણ આવુ થયુ નહી.

જો કે પ્રદેશ ભાજપાના નેતાઓનું કહેવુ છે કે ગુરૂવારે થયેલ આ બેઠકોમાં આ વાત પર નિર્ણય નથી થયો કે ગુજરાતની સીટો પર ક્યા ઉમેદવારોને ઉતારવામાં આવશે.

આ પૂછતા કે શુ ભાજપાના ટોચના નેતા લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરથી સીટ લડશે, જ્યાથી પાંચવાર જીત મેળવી ચુક્યા છે. તેમણે કહ્યુ, આનો નિર્ણય પણ કેન્દ્રીય સંસદીય દળે કરવાનો છે. એવુ પણ જાણવા મળ્યુ છે અડવાણીને ચૂંટણી લડવા માટે ભોપાલ સીટનું આમંત્રણ મળ્યુ છે.

નામ નક્કી કરવા માટે પછી થશે બેઠક


P.R
રૂપાનીએ કહ્યુ 'અમે સંસદીય દળની બેઠકના પ્રથમ ગાળામાં લોકસભા સીટો માટે નામોની પેનલ નક્કી નથી કરી. અમે આ કામ માટે હોળી પછી બેસીશુ.

ભાજપાની ગુજરાત એકમ સંસદીય બોર્ડે રવિવાર મંગળવાર અને બુધવારે મોદીના રહેઠાણ પર મુલાકાત કરી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે ચૂંટણી તૈયારીઓને લઈને ચર્ચા થઈ.

ભાજપા પ્રવક્તા હર્ષદ પટેલે કહ્યુ, 'આપણા પ્રદેશ સંસદીય દળ 26 લોકસભા સીટો માટે ઉમેદવારનુ નામ નક્કી કરવા માટે એકવાર ફરી મુલાકાત કરશે.'

રૂપાનીએ કહ્યુ 'અમે સંસદીય દળની બેઠકના પ્રથમ ગાળામાં લોકસભા સીટો માટે નામોની પેનલ નક્કી નથી કરી. અમે આ કામ માટે હોળી પછી બેસીશુ.

ભાજપાની ગુજરાત એકમ સંસદીય બોર્ડે રવિવાર મંગળવાર અને બુધવારે મોદીના રહેઠાણ પર મુલાકાત કરી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે ચૂંટણી તૈયારીઓને લઈને ચર્ચા થઈ.

ભાજપા પ્રવક્તા હર્ષદ પટેલે કહ્યુ, 'આપણા પ્રદેશ સંસદીય દળ 26 લોકસભા સીટો માટે ઉમેદવારનુ નામ નક્કી કરવા માટે એકવાર ફરી મુલાકાત કરશે.'

વેબદુનિયા પર વાંચો