હુ તિલક નથી લગાવી શકતો તો મોદી પણ ટોપી કેવી રીતે પહેરી શકે - મદની

સોમવાર, 21 એપ્રિલ 2014 (10:39 IST)
. ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને જે મુદ્દા પર તેમના વિરોધી અત્યાર સુધી સૌથી વધુ ઘેરી રહ્યા હતા, એ જ મુદ્દાને લઈને એક મોટા મુસ્લિમ નેતાએ તેમને ક્લીન ચિટ આપી છે. જમીયત ઉલેમા એ હિંદના પ્રમુખ મૌલાના મહેમૂદ મદનીએ કહ્યુ કે ગુજરાતના રમખાણોને લઈને નરેન્દ્ર મોદીએ માફી માંગવાની જરૂર નથી. તેમણે સાથે જ કહ્યુ કે જો મોદી દોષી છે તો તેમને સજા મળવી જોઈએ. કારણ કે માફી માંગવાથી નુકશાન ઓછુ નથી થઈ જતુ. હિંદી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન રવિવારે મદનીએ કહ્યુ, 'મોદીને મુસ્લિમ ટોપી પહેરવાની જરૂર નથી, કોઈપણ માણસે બળજબરીપૂર્વક ધાર્મિક ચિહ્ન લેવાની જરૂર નથી'. 
 
જે રીતે હુ તિલક નથી લગાવી શકતો એ જ રીતે મોદી દ્વારા મુસ્લિમ ટોપી ન પહેરવી એમા કશુ ખોટુ નથી.  મદનીએ આ વાત પર જોર આપ્યો કે બધા ધર્મના લોકોનો વિકાસ જરૂરી છે. મોદીનુ પ્રધાનમંત્રી બનવુ શુ દેશ માટે સંકટ છે તેના જવાબમાં તેમણે કહ્યુ કે મોદી સત્તામાં આવશે તો કોઈ સંકટ નથી. એ કહેવુ પણ ખોટુ છે કે મોદીના પીએમ બનવાથી દેશમાં ભાગલા પડી જશે. મદનીની આ વાતો બતાવે છે કે દેશના મુસલમાનોને મોદીથી ભય નથી લાગતો. મોદીના તાજેતરમાં આવેલ એ નિવેદનની પણ ખાતરી થઈ ગઈ છે કે જ્યારે તેઓ મુસલમાનોને મળશે તો મુસ્લિમ સમુહ તેમને પ્રેમ કરવા માંડશે. 
 
નરેન્દ્ર મોદીનો પક્ષ લેતા મદનીએ કહ્યુ કે કોંગ્રેસે 60 વર્ષ સુધી દેશના મુસલમાનો સાથે વિશ્વાસઘાત કર્યો છે. સૌથી વધુ સાંપ્રદાયિક રમખાણો કોંગ્રેસના શાસનકાળમાં થયા. એવામાં તો કોંગ્રેસ દેશની સૌથી મોટી સાંપ્રદાયિક પાર્ટી બની. જેમણે કહ્યુ કે વર્ષ 2002 દરમિયાન ગુજરાતમાં થયેલ રમખાણો પછી સુપ્રીમ કોર્ટે એસઆઈટી અને અનેક અન્ય એજંસીઓની તપાસ કરાવી પણ ક્યાય પણ મોદી વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા. આ વાતથી કોંગ્રેસને સૌથી વધુ દુ:ખ છે. મદનીએ એવુ પણ કહ્યુઉ કે જો મોદીની રમખાણોમાં કોઈ ભૂલ હોત તો સુપ્રીમ કોર્ટ ચોક્કસ પોતાનો નિર્ણય સંભળાવતી. 
 
 
મદનીએ કહ્યુ કે સુપ્રીમ કોર્ટ અને એસઆઈટીના ક્લિન ચિટ છતા નરેન્દ્ર મોદીને આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે એ દેશ માટે દુર્ભાગ્યની વાત છે. મોદીની પ્રશંસા કરતા તેમણે કહ્યુ કે મોદી પાસ દેશ ચલાવવાની ક્ષમતા છે અને યુવાઓને રોજગાર આપવાની હિમંત છે.  તેમણે કહ્યુ કે લોકસભા ચૂંટણી 2014 એક મોટુ પરિવર્તન લાવી રહ્ય છે. આ પરિવર્તનનું સૌથી વધુ નુકશાન થશે.  

વેબદુનિયા પર વાંચો