મોદીની ગુજરાત સરકારની સફળતાનુ રહસ્ય, જાણો કોણ છે મોદીના વિશ્વાસુ

શુક્રવાર, 25 એપ્રિલ 2014 (12:19 IST)
ગુજરાતના ચીફ મિનિસ્ટર અને બીજેપીના પીએમ પદના કેંડિડેટ મોદી પોતાની રાજ્ય સરકારને એક કોર ટીમ દ્વારા ચલાવી રહ્યા છે. જેમા તેમના વિશ્વાસપાત્ર અધિકારી અને કેટલાક પસંદગીના મિનિસ્ટર્સનો સમાવેશ છે. ચીફ મિનિસ્ટરની ઓફિસમાં ચાર આઈએએસ ઓફિસર છે. અને તેમાથી કેટલાકને મોદી પીએમ બનતા દિલ્હી બોલાવી શકાય છે. 
 
મોદીના પ્રિસિપલ સેક્રેટરી કુનિયલ કૈલાશનાથન 1979 બેચના આઈએએસ ઓફિસર છે. કૈલાશનાથનને મોદી સૌથી વધુ વિશ્વાસપાત્ર માને છે. તેમનુ ટુંકુ નામ કેકે છે. સૂત્રોનુ કહેવુ છે કે મોદી રાજનીતિક ફેરફારો પાછળ તેમને મુખ્ય તાકત માનવામાં આવે છે. તેમના દ્વારા જ મોદી બ્યૂરોક્રેસીને કંટ્રોલ કરે છે. 
 
કેકના મહત્વને એ વાતથી આંકી શકાય છે કે તે ગયા વર્ષે 31 મે ના રોજ રિટાયર થઈ ચુક્યા છે. પણ તેમણે તરત જ બે વર્ષ માટે કોંટ્રૈક્ટ બેસિસ પર ગુજરાત સરકારમાં ચીફ પ્રિસિપલ સેક્રેટરીના રૂપમાં એપોઈંટ કરી દેવામાં આવ્યા. તેમની ડ્યુટી 1 જૂન સુધી રહેશે. કેકે ના રાજ્યમાં થયેલ છેલ્લા બે વિધાનસભા ચૂંટણીમાં પણ સ્ટ્રૈટેજી બનાવવાનો મુખ્ય રોલ ભજવ્યો છે અને તેઓ મોદી તરફથી 2014ના લોકસભા ચૂંટણીનુ કૈપેનમાં પણ પોલિટિકલ લાઈઝનિંગ કરવામાં સામેલ છે. 
 
મોદી સરકારના એક વધુ મુખ્ય ઓફિસર એક મુર્મુ છે. તેઓ ચીફ મિનિસ્ટરના પ્રિસિપલ સેક્ર્ટરીના રૂપમાં કામ કરી રહ્યા છે. 1985ની બેંચના ઓફિસર મોદી અને અમિત શાહના લીગલ મુદ્દાને હૈડલ કરે છે. મુર્મુ ગુજરાતના એડવોકેટ જનરલના ઓફિસમાં ઈશરત જહા ફેક એનકાઉંટર કેસને પાટા પરથી ઉતારવા માટે બનાવવામાં આવેલ રણનીતિની મીટિંગમાં સામેલ રહ્યા છે. આ કારણે તેમની સીબીઆઈએ પૂછપરછ પણ કરી છે. એવુ કહેવાય રહ્યુ છે કે કૈલાશનાથન અને મુર્મુને મોદીના પ્રધાનમંત્રી પર દિલ્હીમાં ગોઠવવામાં આવશે. 
 
જો કે મોદી ડેવલોપમેંટના મુખ્ય ચૂંટણી મુદ્દા બનાવીને ચાલી રહ્યા છે. પણ ઈંડસ્ટ્રીની સાથે લાઈજનિંગ દ્વારા મોદીની ઈમેજને તૈયાર કરવામા6 1988 બેંચના આઈએએસ ઓફિસર એ.કે શર્માની મુખ્ય ભૂમિકા માનવામાં આવે છે. શર્મા ઉત્તરપ્રદેશના આઝમગઢથી આવે છે અને ચીફ મિનિસ્ટરના ઓડિશનલ પ્રિસિપલ સેક્રેટરી છે. શર્માએ વાઈબ્રેંટ ગુજરાત ઈંવેસ્ટર્સ સમિટ્સના આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને તેઓ ગુજરાત ઈંફ્રાસ્ટચર ડેવલોપમેંટ બોર્ડના ચીફ એક્ઝિક્યૂટિવ પણ રહી ચુક્યા છે. 
 
ચીફ મિનિસ્ટરના ઓફિસમાં સૌથી જૂનિયર આઈએએસ ઓફિસર વિજય નેહરા છે. 2001 બેંચના આઈએએસ ઓફિસર નેહરા છ્લ્લા દસ વર્ષ સુધી અમદાવાદના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હતા. પછી તેમની ટ્રાંસફર હોમ ડિપાર્ટમેંટમાં જોઈંટ સેક્રેટરી( લો એંડ ઓર્ડૅર)માં કરવામાં આવી. તેમણે મોદીની ઓફિસમાં જોઈંટ સેક્રેટરી ઉપરાંત ચાર્જ પણ આપવામાં આવ્યો. પછી તેમની પોઝિશન બદલીને ચીફ મિનિસ્ટરના ઓફિસમાં એડિશનલ સેક્રેટરી બનાવવામાં આવ્યા. 

વેબદુનિયા પર વાંચો