ઈરાક સંકટને જોતા કેન્દ્ર સરકારે નાગરિકોને ઈરાક યાત્રા પર ન જવા માટે કહ્યુ છે. ઈરાકમાં રહેતા ભારતીય અને તેમના સંબંધીઓની સૂચના મેળવવા કે મદદ માટે મોબાઈલ નંબર +9647704444899, +9647704444899 અને ટેલીફોન નંબર +964 770 484 3247 પર સંપર્ક કરી શકે છે.
ભારતને શુ ફર્ક પડી શકે છે - જોવા જઈએ તો વર્તમાન ઈરાક સંકટથી ભારત પર ખૂબ ઊંડો પ્રભાવ પડી શકે છે. ભારત પોતાની જરૂરિયાતનુ લગભગ 57 ટકા આંતરરાષ્ટ્રીય બજારમાંથી આયાત કરે છે. દર વર્ષે ભારત ઈરાકમાંથી 2.50 કરોડ ટન કાચુ તેલ આયાત કરે છે. વર્તમાન સંકટથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમંત નવ મહિનાના ઉચ્ચ સ્તર 115 બૈરલ પ્રતિ ડોલર પહોંચી ગઈ છે.