શમા બિંદુના ખુદ સાથે મેરેજ જો એક પબ્લિસિટી સ્ટંટ નથી અને ખુદને પ્રેમ કરવાની અનોખી રીત છે તો આ એક સારો વિચાર છે. જ્યા લગ્ન પછી સ્ત્રીઓ ખુદને માટે જીવવાનુ ભૂલી જાય છે. મેરેજના એકાદ બે વર્ષ સુધી તો ઠીક છે બધુ સારુ લાગે પરંતુ જ્યા બાળકો થાય કે મહિલાનુ જીવન બાળકોની જવાબદારી, ઘરની જવાબદારી અને જો જોબ કરતી હોય તો સર્વિસ આ બધામાં એવી અટવાય જાય છે કે તે ભૂલી જાય છે કે તે શુ હતી.. તે શુ કરવા માંગતી હતી.. તેના સપના શુ હતા. તે પહેલા કેવી રહેતી હતી. તે પરિવારના ખુશીમાં ખુશ અને પરિવારના દુખમાં દુખી થઈ જાય છે. તેનુ પોતાનુ સુખ શેમા છે તેને તે વધુ મહત્વ આપતી નથી કે કદાચ ભૂલી ગઈ છે કે તેના ખુદની ખુશી શામા છે. તે પોતાના દુખ વિશે કોઈને કહેતી નથી. શરીરને લગતી નાની નાની ફરિયાદોને ગણકારતી નથી. આવી સ્ત્રી જો ખુદ માટે જીવવાનુ મન બનાવી લે તો શુ ખોટુ છે ? આપના વિચારો જરૂર જણાવજો.