Andhra Special Status - વિશેષ રાજ્યના દરજ્જા માટે ચંદ્રબાબુ નરેન્દ્ર મોદીનો હાથ છોડી રહ્યા છે ?

ગુરુવાર, 8 માર્ચ 2018 (15:47 IST)
તેલુગુ દેશમ પાર્ટી અને ભાજપાના સંબંધો હાલ ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે. એક સમય હતો જ્યારે નરેન્દ્ર મોદી અને ચંદ્રબાબૂ નાયડૂ એક સાથે હાથ મિલાવતા હસતા ફોટામાં દેખાતા હતા પણ હવે આ વાત જૂની થઈ ગઈ છે. અને જેનુ કારણ છે - વિશેષ રાજ્યનો દરજ્જો. તેલુગુ દેશમ પાર્ટી લાંબા સમયથી આંધ્ર પ્રદેશ માટે આ દરજ્જાની માંગ કરી રહી છે અને કેન્દ્ર સરકાર તરફથી હવે આ લગભગ સ્પષ્ટ થઈ ગયુ છે કે  આંધ્રને વિશેષ દરજ્જો નહી મળે. 
 
નરેન્દ્ર મોદી સરકારમાં ટીડીપીના બે મંત્રી છે - અશોક ગજપતિ રાજૂ અને વાઈ એસ ચૌધરી અને સાંભળવા મળી રહ્યુ છે કે બંને જલ્દી પોતાના પદ પરથી રાજીનામુ આપી શકે છે. બીજી બાજુ આંધ્ર સરકારમાં સામેલ ભાજપાના મંત્રી રાજીનામુ આપી ચુક્યા છે. ભાજપાનુ કહેવુ છે કે તે આંધ્રપ્રદેશના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને રાજ્ય સરકારની દરેક શક્ય મદદ કરવામાં આવશે પણ અસંભવ માંગને સ્વીકાર નથી કરી શકાતી.  
 
આ પહેલા નાયડૂએ વિધાનસભામાં કહ્યુ હતુ કે કોંગ્રેસે વચન આપ્યુ છે કે જો તેઓ વર્ષ 2019માં સત્તામાં આવશે તો આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે. તો પછી ભાજપા સરકાર આવુ કેમ નથી કરી રહી. 
 
તેમણે ચેતાવ્યા કે જો આવુ નહી થાય તો ભાજપા નેતૃત્વને આંધ્રના લોકોના ગુસ્સાનો સામનો કરવો પડશે.  
નાયડૂની ફરિયાદ્દ - નાયડૂએ ફરિયાદ કરી છે કે પહેલા ભાજપા નેતૃત્વએ પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનુ વચન આપ્યુ હતુ પણ પછી તેમનુ કહેવુ હતુ કે બધા રાજ્યોમાંથી આ દરજ્જો પરત લઈ લેવામાં આવશે.  
 
તેમનો દાવો છે કે આ વાત કહ્યા પછી જ તે સ્પેશલ પેકેજ પર રાજી થયા હતા. કારણ કે હાલ વિશેષ દરજ્જો હરકતમાં છે. આવામાં આંધ્ર પ્રદેશને આ તરત જ મળવો જોઈએ. આ દરમિયાન નાણાકીય મંત્રી અરુણ જેટલીએ સોમવાલને આંધ્રના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી અને એવુ બતાવ્યુ કે તેમણે એ સ્પષ્ટ કરી દીધુ કે સ્પેશ્યલ પેકેજ આપી શકાય છે. પણ પ્રદેશના વિશેષ રાજ્યનો દરજ્જો મળવાનો સવાલ જ નથી. 
 
ભાજપાનુ કહેવુ છે કે પિછડાયેલુ હોવાના તર્ક પર આંધ્ર પ્રદેશને આ દરજ્જો નથી આપી શકાતો કારણ કે આ હિસાબથી બિહારને આ દરજ્જો મળવો જોઈએ. ટીડીપી ટેક્સ રાહતોની માંગ કરી રહી છે. 
 
પણ આંધ્રને એવુ શુ જોઈએ કે ટીડીપી મોદી સરકાર સાથે બધા સંબંધો ખતમ કરવા વિશે વિચારી રહી છે .. આ વિશેષ રાજ્યનો દરજ્જો છે શુ જેના પર આટલી બબાલ મચી છે ?
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ વિશેષ પેકેજ આપવાનુ વચન આપ્યુ હતુ. 
આંધ્ર શુ ઈચ્છે છે ? 
 
પૈસાને લઈને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ખૂબ મતભેદ છે. આંધ્રનુ કહેવુ છે કે તેમની રાજસ્વ ખોટ 16 હજાર કરોડ રૂપિયા છે જ્યારે કે કેન્દ્રનુ કહેવુ છે કે હકીકતમાં રાજસ્વ ખોટ ચાર હજાર કરોડ રૂપિયા છે અને 138 કરોડ રૂપિયા આપવા બાકી છે. 
 
રાજ્ય સ્પેશલ સ્ટેટ્સ માંગી રહ્યુ છે તો કેન્દ્રનુ કહેવુ છે કે તેને ખતમ કરી દેવામાં આવ્યુ છે અને કેન્દ્ર તરફથી પ્રાયોજીત બધી સ્કીમો માટે 90:10 ફંડીગની રજૂઆત. 
 
આ ઉપરાંત આંધ્ર પોલવરમ માટે 33 હજાર કરોડ અને રાજધાની અમરાવતી માટે 33 હજાર કરોડ રૂપિયા માંગી રહ્યુ છે. જ્યારે કે કેન્દ્રએ પોલવરમ માટે 5 હજાર કરોડ રૂપિયા આપ્યા છે. જ્યારે કે અમરાવતી માટે અઢી હજાર કરોડ આપી ચુક્યુ છે.  જેમા ગુંટૂર-વિજયવાડા માટે 500-500 કરોડનો સમાવેશ છે. 
 
આ ઉપરાંત તેના પર પણ વિવાદ છેકે આંધ્ર હડકો અને નાબાર્ડ તરફથી ફંડિંગ ઈચ્છે છે. જ્યારે કે કેન્દ્રનો પ્રસ્તાવ છે કે વર્લ્ડ બેંક જેવી આંતરરાષ્ટ્રીય એજંસીઓ પાસેથી પૈસા લેવામાં આવે. 
 
શુ હોય છે વિશેષ રાજ્યનો દરજ્જો 
 

પીઆરએસ ઈંડિયા મુજબ વિશેષ રાજ્યનો દરજ્જાની અવધારણા પહેલીવાર ફાઈનેંસ કમિશને વર્ષ 1969માં રજુ કરી હતી. 
 
આ શ્રેણીમાં રાજ્યોને નાખવાનો ઉદ્દેશ્ય તેમને કેન્દ્ર તરફથી મદદ અને ટેક્સ રાહત આપવાનુ હોય છે. આ કેટેગરીમાં આવનારા રાજ્ય સામાન્ય રીતે પછાત કે ગરીબ રહેતા હતા. 
 
શરૂઆતમાં ફક્ત ત્રણ રાજ્યો - અસમ નાગાલેંડ અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. પણ પછી અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિજોરમ, સિક્કિમ, ત્રિપુરા અને ઉત્તરાખંડ જેવા આઠ વધુ રાજ્યોને આ દરજ્જો આપવામાં આવ્યો. 
 
કેટલાક રાજ્યોને વિશેષ દરજ્જો આપવા પાછળ તર્ક હતુ કે તેમના સંસાધનોનો આધાર સિમિત છે અને તેઓ વિકાસ માટે વધુ સંસાધનો નથી જુટવી શકતા. 
 
વિશેષ રાજ્યના દરજ્જા માટે શુ જરૂરી હોય છે જાણો.. 
 
- પર્વતીય વિસ્તાર 
- વસ્તીનુ કમ ઘનત્વ કે આદિવાસી વસ્તીની મોટી ભાગીદારી 
- પડોશી રાજ્યો સાથે સરહદ સાથે જોડાયેલ સામરિક લોકેશન 
- આર્થિક અને ઈંફ્રસ્ટ્રક્ચર આધાર પર પછાત હોવુ 
- પ્રદેશ કે નાણાકીય વ્યવ્હારિક ન હોવુ 
 
સામાન્ય રીતે સ્પેશયલ કેટેગરી આપવાથી જોડાયેલ નિર્ણય નેશનલ ડેવલોપમેંટ કાઉંસિલ કરે છે. જેમા પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી ઉપરાંત યોજના પંચના સભ્ય રહેતા હતા. 
 
- આ શ્રેણીમાં આવનારા રાજ્યોને કુલ મદદનો 30% ભાગ મળે છે. જ્યારે કે બાકી રાજ્યોને ભાગે 70% 
 
- વિશેષ દરજ્જો મેળવનારા રાજ્યોને મળનારી મદદની પ્રકૃતિ પણ જુદી જુદી હોય છે. આ રાજ્યો માટે NCAના હેઠળ 90% અનુદાન અને 10% લોન આપવામાં આવે છે અને બીજા રાજ્યોના મામલે અનુદાન અને લોનની સરેરાશ 30:70 હોય છે. 
 
- આ શ્રેણી હેઠળ આવનારા રાજ્યોની વહેંચણીની વાત કરીએ તો ફંડ અને તેનુ વિતરણનો કોઈ એક માપદંડ નથી હોતો અને આ રાજ્યને મળનારા પ્લાનના આકાર અને અગાઉ યોજનાગત ખર્ચ પર નિર્ભર કરે છે. 
 
- વધારાની યોજના હેઠળ સંસાધનો ઉપરાંત સ્પેશયલ કેટેગરીમાં આવનારા રાજ્યોને એક્સાઈઝ અને કસ્ટમ ડ્યુટી, ઈનકમ ટેક્સ રેટ અને કોર્પોરેટ ટેક્સમાં પણ રાહત મળે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર