વેજ-નોનવેજનું રાજકારણ, દેશમાં, વેજ અને નોન-વેજ ખાનારાનાં ય ભાગલાં પડી રહ્યા છે!

સોમવાર, 21 સપ્ટેમ્બર 2015 (18:09 IST)
નાગાલેંડનાં ગામની સ્કૂલમાં બાળકોએ ગાંધીજી પર નાટક ભજવેલું તો એમાં અહિંસાના પૂજારી ગાંધીબાપુને હાથમાં તલવાર લઇને અંગ્રેજો પર બેરહેમીથી વાર કરતાં દેખાડેલાં! આ જોઇને દિલ્લીથી આવેલા શિક્ષકો ચોંકી ગયાં કે ગાંધીજી અને હિંસા? પણ પછી સમજાયું કે એ નાટક, નાગાલેંડનાં આદિવાસી બાળકોએ પોતાની કલ્પનાથી બનાવેલું. ત્યાંનાં ભોળા બાળકોનાં મનમાં ‘યોદ્ધા એટલે તો હથિયારધારી હિંસક વીર પુરૂષ જ હોય’-એવી વ્યાખ્યા. અહિંસાથી કોઇને હરાવી શકાય કે દુશ્મનને ભગાડી શકાય એવી એમને કલ્પના જ નહિ! બાળકો પોતાની રીતે ખોટાં નહોતાં પણ ગાંધીજી પોતડી પહેરીને, ઉછળી ઉછળીને તલવારબાજી કરતાં હોય એ આપણાં માટે અજીબ ચિત્ર છે. આપણાં માટે જે કોમેડી છે એ નાગાલેંડનાં બાળકો માટે વાસ્તવિકતા છે કારણ કે એ લોકો ચારેબાજુ હિંસક વાતાવરણમાં ઉછરેલાં.

ખોરાકનું પણ એવું જ છે. કોણ, ક્યાં, કેવાં પ્રદેશ, ધર્મ, સમાજ કે આબોહવામાં ઉછરે છે એનાં પર બધો આધાર છે. મોટાભાગનાં શાકાહારીઓને નોનવેજ ખાવામાં પાપ-હિંસા-ક્રૂરતા લાગે, એ બીજાંઓ માટે એ જીવનની સચ્ચાઇ છે. આપણને જેમાં સૂગ ચઢી શકે, લોકોને એમાં સ્વાદ મળી શકે. હમણાં આ દેશમાં અમુક દિવસોમાં નોનવેજ પરનાં પ્રતિબંધની હવા વહે છે. નવી સરકાર, ઘેરઘેર જઇને કિચનમાં-બેડરૂમમાં-બારમાં ઘૂસીને,ખાવા-પીવા-જીવવાયનું ચેક કરી કરીને, વિવિધ પ્રકારની હિંસા આચરવાના મૂડમાં છે. એક તરફ કોઇક પોલિટિકલ પાર્ટીવાળાંઓ મુંબઇનાં વેજિટેરિયન વિસ્તારમાં નફ્ફટની જેમ મરઘાં કાપીને હુંકારા ભરે છે તો બીજી બાજુ કોઇ ગરીબ માણસ પોતાની મટન-મચ્છીની દુકાન ચલાવી રોજી કમાવા રડે છે. દેશમાં, વેજ અને નોન-વેજનાં ભાગલાં પડવા માંડ્યાં છે!

બાય ધ વે, અમે પ્યોર વેજિટેરિયન છીએ. રોમાનીયા કે ચાઇના જેવા દેશમાં કશુંય શાકાહારી ખાવાનું નહોતું મળ્યું અને ભૂખે પેટે હાલત વિશ્ર્વામિત્ર જેવી થયેલી. સામે સેક્સી અપ્સરા મેનકા જેવી નોનવેજ ડીશ નાચતી હતી ત્યારે પણ ‘શાકાહારી’ સંયમ રાખેલો. શાકાહારી તરીકે વેજ-લોકો પર અમને વિશેષ આદર છે, પ્રેમ છે. (એેમાંયે એ શાકાહારી પ્રાણી જો સ્ત્રી હોય તો આદર અને પ્રેમ બેઉ છે!) શાકાહારથી જીવહત્યા તો અટકે જ પણ રોગોયે ઓછાં થાય, એવું અમારું માનવું છે. "અરે,આ મનુષ્યનું પેટ કાંઇ જાનવરોનું કબ્રસ્તાન નથી!-એ ફેવરિટ કવોટેશન છે લેકિન, કિંતુ, પરંતુ,બટ.. એનો અર્થ એ નથી કે અમે બીજાનાં નોન-વેજ ખાવાનાં અધિકાર પર હુમલો કરીને એમનાં જીવ પર હિંસા કરીએ! કારણકે અમને તો આઈસ્ક્રીમ અને રબડી પણ ખૂબ ભાવે છે એનો અર્થ એ નથી કે બીજાનાં મોંમાં પરાણે ખવડાવીએ. એ જ રીતે કોઈનો કોળિયો પરાણે છીનવવો પણ અમને હળહળતી હિંસા લાગે છે. અને સરકારનું કામ પણ દેશમાં સૌને બે વખત જમાડવાનું છે, ભાણેથી ઉઠાડવાનું નહીં.

વરસોથી ગુજરાતી સમાજમાં બે મિથ બહુ ફેલાયેલી છે: એક તો, અમે બી.જે.પી. વિરોધી અને કોંગ્રેસ તરફી સ્યુડો સેક્યુલર છીએ અને બીજી મિથ એ કે બધાં જ ગુજરાતીઓ વેજિટેરિયન જ છે! પણ બેઉ ગલત છે. પહેલી ‘મિથ’ ચર્ચાનો વિષય છે પણ બીજી મિથ તો સાવ જ ખોટી છે કે સૌ ગુજજુઓ વેજ છે.. જીહાં, ગુજરાતમાં ૬૦ થી ૭૦% લોકો નોનવેજ ખાય છે. (બાય ધ વે, ભારતવર્ષમાં સૌથી વધારે વેજ. ફૂડ હરિયાણામાં અને પછી પંજાબમાં ખવાય છે!)

નોનવેજ પરનાં બેનનું રાજકારણ અને વેજ-નોનવેજ લોકોનાં આંકડાઓની માયાજાળ જવા દો પણ અમારા મતે શાકાહારી લોકોમાં પણ પાછાં ઘણાં પેટા-પ્રકાર છે. એક તો "જિિંશભિં ટયલયફિંશિફક્ષ અમે તો માત્ર શાકાહાર જ કરીએ, ઈંડા પણ નહીં એવું એ લોકો અભિમાનપૂર્વક કહેનારા- ‘અહંકારી શાકાહારી’! (આવાં શાકાહારીમાં અમુક ભજ્ઞક્ષતશિંાફયિંમ ટયલયફિંશિફક્ષ કે કબજિયાતીયાં શાકાહારી હોય છે, જે વધારે પડતાં કેળાં ખાય છે અને સતત કબજિતાયથી પીડાતાં હોય છે!) પણ સ્ટ્રીકટ વેજિટેરિયન શબ્દ સાંભળીને અમને હંમેશા ઉશતભશાહશક્ષયમ- ‘કડક શિસ્ત’યાદ આવે. અમને એવી કલ્પના થાય કે સ્ટ્રીકટ શાકાહારીઓ એવાં જ ધઉંની રોટલી ખાતાં હશે જે ખેતરમાં બધાં જ ધઉંનાં રોપાં એકજ લાઇનમાં એકજ સાઇઝમાં, એકજ રંગમાં-શિસ્તબદ્ધ વિદ્યાર્થીઓની જેમ વિનયપૂર્વક ઉગતાં હશે! અથવા એવાં જ ચોખાંનો ભાત જમતાં હશે, જેને યુનિફોર્મ પહેરેલાં સૈનિકો એક-દો,એક-દો કહીને પગથી ખેતરમાં વાવતાં હશે! અથવા એવા જ ટમેટાં ખાતાં હશે, જે ટમેટાં સવારે સાત વાગે કરેકટ ટાઇમ પર ઉગીને સૂરજને ગુડમોર્નિંગ બોલતાં હશે. સરકાર કે સમાજ હોય, સ્ટ્રીકટ’ શબ્દમાં જ અમને ટાઇમટેબલની વાસ આવે છે.

વેબદુનિયા પર વાંચો