હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ (Maha Shivratri 2022) તહેવારનુ ખૂબ મહત્વ છે. આ દિવસે શિવભક્તો વ્રત કરે છે અને ભગવાન શિવની પૂજા કરે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 01 માર્ચ, મંગળવારના રોજ આવી રહ્યો છે. આ વાર્ષિક ઉત્સવ દેશભરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આપ બિલિપત્ર અને જળ અર્પણ (Maha Shivratri) કરી શકો છો. . આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર કેટલીક રાશિઓ (Zodiac Signs)માટે ખૂબ જ શુભ રહેશે. તેમાં મેષ, વૃશ્ચિક અને કુંભ રાશિનો સમાવેશ થાય છે. આ રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે.
વૃશ્ચિક - આ શિવરાત્રિ પર આ રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે. તેઓ તેમના જીવનમાં વધુ માનસિક શાંતિ અને સંતુલન અનુભવે તેવી શક્યતા છે. જો આ રાશિના લોકો નોકરી શોધી રહ્યા છે, તો તેમને ઘણી સારી તકો મળવાની સંભાવના છે. નોકરી અને ધંધામાં સફળતા મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
મકર - મકર રાશિના લોકોને શનિદેવ અને મહાદેવ બંને તરફથી વિશેષ આશીર્વાદ મળશે. આ શિવરાત્રિ પર બેલપત્ર, ગંગા જળ, ગાયના દૂધ વગેરેથી ભગવાનની પૂજા કરવાથી તમને સમૃદ્ધિ અને સુખ મળશે