મહારાષ્ટ્રમાં ભાજપા અને શિવસેના વચ્ચે વિધાનસભા સીટોની વહેંચણીને લઈને ખેંચતાણ વધતી જઈ રહી છે. ગુરૂવારે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ કે જો પાર્ટીને 144 સીટો નહી આપવામાં આવી તો પછી ભાજપા સાથે ગઠબંધન તૂટી શકે છે. રાઉતનુ આ નિવેદન શિવસેના નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી દિવાકર રાઉતના નિવેદનના સમર્થનમાં આવ્યુ છે.
દિવાકરે બુધવારે કહ્યુ હતુ કે જો શિવસેનાને 144 સીટો ન મળી તો ગઠબંધન નહી થાય્ મીડિયા સાથે વાતચીત દરમિયાન સંજય રાઉતે કહ્યુ, "અમિત શાહ અને મુખ્યમંત્રી સામે 50% સીટોની વહેચણીના ફોર્મૂલા પર નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રી દિવાકર રાઉતનુ નિવેદન ખોટુ નથી. અમે ચૂંટણી લડીશુ, કેમ નહી લડીએ."
ભાજપા 120 સીટો આપવા માંગે છે
સૂત્રોના મુજબ ભાજપા, શિવસેનાને રાજ્યમાં 120થી વધુ સીટ નથી આપવા માંગતી. રાજ્યમાં કુલ 288 વિધાનસભા સીટ છે. જેમાથી 44 સીટો અન્ય સહયોગી દળો માટે છોડવામાં આવી છે. એટલે કે કુલ 244 સીટોમા જ ભાજપા અને શિવસેના વચ્ચે વહેંચણી થવાની છે. તેમા શિવસેના 144 સીટોની માંગ પર અડી છે.
2014માં પણ ગઠબંધન અંતિમ સમયે તૂટ્યુ હતુ
2014માં વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ અંતિમ સમયે ભાજપા શિવસેનાનુ ગઠબંધન તૂટી ગયુ હતુ. બંને પાર્ટીઓએ જુદી જુદી ચૂંટણી લડી હતી. પણ ચૂંટણી પછી બંનેયે મળીને સરકાર બનાવી હતી. બીજા બાજુ આ વખતે કોંગેસે રાકાંપાની સાથે ગઠબંધન કર્યુ છે. રાકાંપા પ્રમુખ શરદ પવાર 125-125 સીટોની વહેંચણીની જાહેરાત કરી ચુક્યા છે. આવામાં શિવસેના અને ભાજપાના પણ ગઠબંધ સાથે જ ચૂંટણી મેદાનમાં ઉતરવાની સંપૂર્ણ શક્યતા છે.
2014માં પણ ગઠબંધન અંતિમ સમયે તૂટી ગયો હતો
2014ના વિધાનસભા ચૂંટની દરમિયાન પણ અંતિમ સમયમાં ભાજપા-શિવસેનાનુ ગઠબંદહ્ન તૂટી ગયુ હતુ. બંને પાર્ટીઓએ જુદી જુદી ચૂંટણી લડી હતી. પણ ચૂંટણી પછી બંનેયે મળીને સરકાર બનાવી હતી. બીજી બાજુ આ વખતે કોંગ્રેસે રાકાંપા સાથે ગઠબંધન કર્યુ છે. રાકાંપા પ્રમુખ શરદ પવાર 125-125 સીટોની વહેંચણીની જાહેરાત કરી ચુક્યા છે. આવામાં શિવસેના અને ભાજપાના પણ ગઠબંધન સાથે જ ચૂંટણી મેદાનમાં ઉતરવાની સંપૂર્ણ શક્યતા છે.