રિલેશન પછી શું કરવુ શુ ન કરવુ જાણી લો કામની વાત

સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (18:34 IST)
ઘણા લોકો રિલેશનને માત્ર એક રૂટિન કામ જેવુ સમજીને તરત બીજા કામ તરફ વળી જાય છે. જેમ કે રિલેશન કર્યા બાદ તુરંત જ ઓફિસે કે પછી પુસ્તક વાંચવા બેસી જાય છે. 
 
આ બતાવે છે કે તમે રિલેશનને મનથી નહોતા કરી રહ્યા. પરંતુ એક કામ કે પત્નીની જરૂરિયત પુરી કરવાની ફરજ સમજીને રિલેશનની ક્રિયા પૂરી થવાની રાહ જોતા હતા જેથી 
 
તમે તમારા બીજા કામ કરી શકો. એવુ પણ બની શકે કે  Relationship કરતી વેળાએ તમારા મગજમાં કંઈક બીજો જ વિચાર ચાલતો હતો. આવુ કરવાથી તમારા 
 
સાથીને ઘણુ ખરાબ લાગી શકે છે.
 
સ્ત્રી-પુરુઓએ સમાગમ ક્યારે કરવું અને ક્યારે ન .
ઘણા મોટાભાગે રિલેશન પછી જે ક્રિયાઓ કરે છે તે અમે નીચે દર્શાવી રહ્યા છે. જેથી તમે આ વાતનુ ધ્યાન રાખશો તો તમારુ લગ્નજીવન વધુ રોમાંટિક બનશે.
 
- મોટા ભાગના યુગલો સૂઈ જાય છે. આવુ કરવાથી સેક્સનો આનંદ ઘટી જાય છે.
 
- રિલેશનનો આનંદ વધારવા રિલેશન પહેલા તમે સાથે શાવરનો આનંદ માણો તે સમજી શકાય પણ સેક્સ પછી વોશરૂમમાં જવુ તે બિલકુલ યોગ્ય નથી. શક્ય છે કે તમારા 
 
સાથીને હજી પણ એ ક્ષણનો આનંદ માણવો હોય.
 
- આજકાલ લોકોને મોબાઈલનો રોગ એવો લાગ્યો છે કે ફોન ન વાગે તો ચેન નથી પડતુ સેક્સ દરમિયાન અને તે પછી પણ તેઓ પોતાના મોબાઈલ પર નજર રાખીને બેઠા 
 
હોય છે. કોઈ પણ તમને આવે સમયે ફોન નહીં જ કરે તો તમે થોડી રાહ કેમ નથી જોઈ લેતા
 
સામાન્ય રીતે જે લોકો સેક્સ બાદ કોઈ પુસ્તક લઈને વાંચવા બેસી જાય છે એ લોકો પુસ્તક વાંચતી વખતે પણ શુ વિચારતા હશે તે કદાચ જાણતા હશે. જો તમને સેક્સ બાદની 
 
ક્ષણને તમારા સાથી સાથે નહી માણો તો કદાચ તમે તમારી સેક્સ લાઈફને નુકશાન કરી રહ્યા છો.
 
રોજ ભલે તમે અલગ અલગ સૂતા હોય પણ રિલેશન કર્યા પછી અલગ સૂઈ જવુ એ યોગ્ય નથી. આ ક્ષણે પછી પણ બંને સાથે રહો.
 
રિલેશન કરતી ક્ષણોએ બાળકોને પાસે ન સૂવડાવવા જોઈએ અને સેક્સ પછી પણ તરત જ બાળકો પાસે ન જવુ જોઈએ આનાથી તમારા સાથીને લાગશે કે તમે તેને મનથી 
 
સાથ નથી આપ્યો.
 
રિલેશન કરતા પહેલા એક જ થાળીમાં જમવુ બહુ જ આનંદદાયક હોય છે. પરંતુ રિલેશન પછી ખાવા બેસવુ એ તમારા સાથીને નિરાશ કરી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર